દાહોદમાં ઓછું અનાજ મળતા વિધવા મહિલા માથે પોટલું લઈ રજૂઆત કરવા પહોંચ્યા
દાહોદમાં ઓછું અનાજ મળતા વિધવા મહિલા માથે પોટલું લઈ રજૂઆત કરવા પહોંચ્યા
Published on: 31st July, 2026

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં એક વિધવા મહિલાએ સસ્તા અનાજની દુકાન સંચાલક પર ઓછું અનાજ આપવાનો આરોપ લગાવ્યો છે. નિયમ મુજબ મળવાપાત્ર અનાજ કરતાં લગભગ ૨ કિલો ચોખા અને ૨ કિલો ઘઉં ઓછું અપાતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અનેક વાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતાં, મહિલા પોતાના પુત્ર સાથે માથે અનાજનું પોટલું લઈને મામલતદાર કચેરી ખાતે પહોંચી પુરવઠા અધિકારીને લેખિતમાં રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે.