સાગબારામાં જંગલ જમીન મુદ્દે ખેડૂતોનું ખેડાણ શરૂ
સાગબારામાં જંગલ જમીન મુદ્દે ખેડૂતોનું ખેડાણ શરૂ
Published on: 28th August, 2026

નર્મદા જિલ્લાના સાગબારા ખાતે જંગલ જમીનના હક અને ખેડાણને લઈને આદિવાસી ખેડૂતો 21 દિવસથી ધરણા પર હતા. ઉમરપાડા અને સાગબારામાં જમીન ખેડાણ મુદ્દે ખેડૂતો અને વન વિભાગ વચ્ચે ઘર્ષણ બાદ, લીલા વસાવાના આહવાન પર ખેડૂતોએ ખેડાણ શરૂ કર્યું. સાંસદ મનસુખ વસાવાએ ગાંધીનગર ખાતે સરકાર સમક્ષ રજૂઆત કરી. આ વિવાદના નિવારણ માટે રાજ્ય સરકારના મંત્રીઓનું પ્રતિનિધિમંડળ સાગબારાની મુલાકાત લેશે અને FRA હેઠળ ખેડાણના આધાર-પુરાવા ધરાવતા ખેડૂતોના દાવાઓની ચકાસણી કરશે.