સુરત ગ્રીન આર્મી ટ્રસ્ટના 10 વર્ષ: 1.75 લાખ વૃક્ષોનું રોપણ અને ફાઉન્ડરનો જન્મદિવસ સાથે ઉજવાયો
સુરત ગ્રીન આર્મી ટ્રસ્ટના 10 વર્ષ: 1.75 લાખ વૃક્ષોનું રોપણ અને ફાઉન્ડરનો જન્મદિવસ સાથે ઉજવાયો
Published on: 31st July, 2026

365 દિવસ વૃક્ષારોપણ કરતી ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટને 10 વર્ષ પૂર્ણ થયા છે, જેમાં સંસ્થાએ 1.75 લાખ વૃક્ષોનું રોપણ કરી તેની માવજત પણ કરી રહ્યું છે. રોજ સવારે 5 વાગે 4 ટીમ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવા નીકળી જાય છે. 350 સભ્યોની ટીમ અવિરત વૃક્ષારોપણ કરે છે, જેમાં પાલ- અડાજણ, વેસુ, મોટાવરાછા અને સરથાણા જેવા વિસ્તારોમાં નવા વિકસિત વિસ્તારોમાં પણ વૃક્ષારોપણ થાય છે. દરેક વૃક્ષની ચાર વર્ષ સુધી દેખરેખ રાખવામાં આવે છે. સંસ્થાના ફાઉન્ડર તુલસીભાઈ માંગુકિયાએ તેમના 72માં જન્મદિવસ નિમિત્તે દિવ્ય ભાસ્કરના અભિયાન સાથે જોડાઈને 48 વૃક્ષોનું રોપણ કર્યું.