વડોદરા ITI એપ્રેન્ટીસને નિમણૂક પત્ર
વડોદરા ITI એપ્રેન્ટીસને નિમણૂક પત્ર
Published on: 17th September, 2026

વડોદરા જેટકો (GETCO) કંપની દ્વારા આઈ.ટી.આઈ એપ્રેન્ટીસને નિમણૂક પત્ર આપવાની પ્રક્રિયા ચાલુ હતી, તે દરમિયાન ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ વિરોધ પ્રદર્શન બાદ, આજે રેસકોર્સ ખાતે આવેલી જેટકો કંપની દ્વારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભરતીના 685 ઉમેદવારોને નિમણૂક પત્રો ઇશ્યૂ કરવામાં આવ્યા છે. છેલ્લા 15 દિવસથી ચાલતી આ નિમણૂક પ્રક્રિયાના પગલે ઉમેદવારોમાં ખુશીની લહેર છે. વિરોધ પ્રદર્શન છતાં, કંપનીએ 685 ઉમેદવારોના નિમણૂકના ઓર્ડર જારી કર્યા છે.