પદયાત્રીઓની સુરક્ષા માટે હિંમતનગર-ખેડબ્રહ્મા રોડ પર માર્ગ વ્યવસ્થા‎
પદયાત્રીઓની સુરક્ષા માટે હિંમતનગર-ખેડબ્રહ્મા રોડ પર માર્ગ વ્યવસ્થા‎
Published on: 20th September, 2026

ભાદરવી પૂનમના પવિત્ર પર્વને ધ્યાનમાં રાખીને સાબરકાંઠા જિલ્લામાંથી અંબાજી જતાં પદયાત્રીઓની સુવિધા અને સુરક્ષા માટે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ હિંમતનગર–ખેડબ્રહ્મા સબ ડિવિઝન દ્વારા વિશેષ માર્ગ વ્યવસ્થા કરાઇ છે. પદયાત્રીઓની વધતી સંખ્યાને લીધે ટ્રાફિક જામ કે અકસ્માત ન સર્જાય તે માટે માર્ગની એક સાઈડ સંપૂર્ણપણે પદયાત્રીઓની અવરજવર માટે અનામત રાખવામાં આવી છે. જ્યારે સામેની સાઈડની લેનને વ્યવસ્થિત રીતે ડિવાઈડ કરીને વાહનવ્યવહાર માટે ખૂલ્લી મૂકાઇ છે. આ આયોજનબદ્ધ વ્યવસ્થાથી પદયાત્રીઓ સલામત રીતે આગળ વધી શકશે.