ભાવનગરના બંધ મકાનમાંથી તપેલા, નળ અને સૂર્ય ભગવાનની મૂર્તિની ચોરી
ભાવનગરના બંધ મકાનમાંથી તપેલા, નળ અને સૂર્ય ભગવાનની મૂર્તિની ચોરી
Published on: 20th September, 2026

ભાવનગરના સરદારનગર વિસ્તારમાં એક ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. પરિવાર બહાર ગયો હતો તે દરમિયાન અજાણ્યા સ્ત્રી-પુરુષોએ બંધ મકાનમાં પ્રવેશ કર્યો. તેમણે ઘરના ફળીયામાંથી નાના-મોટા ૪ તપેલાં, ગેલ્વેનાઈઝ્ડ પાઈપ, પીતળ તથા સ્ટીલના નળ અને સૂર્ય ભગવાનની પીતળની મૂર્તિ ચોરી લીધી. આ ચોરીની કુલ કિંમત આશરે ૧૦,૨૦૦ રૂપિયા છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેના આધારે ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.