2284 શાળાઓમાં 2.37 લાખથી વધુ છાત્રોની ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા
2284 શાળાઓમાં 2.37 લાખથી વધુ છાત્રોની ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા
Published on: 20th September, 2026

સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત 'વિકસિત ભારત-2047' ના સંકલ્પને લઈને બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાની શાળાઓમાં ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ. બંને જિલ્લામાં કુલ 2.37 લાખથી વધુ વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતા અને વિચારોનું પ્રદર્શન કર્યું. બનાસકાંઠામાં 1,500 શાળાઓના 1,16,070 વિદ્યાર્થીઓએ ચિત્ર અને 1,339 શાળાઓના 41,431 વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો. વાવ-થરાદની 784 શાળાઓમાં 1,07,893 વિદ્યાર્થીઓએ ચિત્ર અને 13,532 વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો. આ સ્પર્ધાઓ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને રાષ્ટ્રીય ચેતના વિકસાવવા માટે યોજાઈ હતી.