શિવરાજપુર બીચ પર 142 લોકોના સામૂહિક સ્વચ્છતા અભિયાનમાં 80 વિદ્યાર્થીઓ જોડાયા
શિવરાજપુર બીચ પર 142 લોકોના સામૂહિક સ્વચ્છતા અભિયાનમાં 80 વિદ્યાર્થીઓ જોડાયા
Published on: 20th September, 2026

આંતરરાષ્ટ્રીય બ્લ્યુફલેગ શિવરાજપુર બીચ પર દરિયાકાંઠા સફાઈ દિવસ નિમિત્તે એક વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાકિનારાને પ્લાસ્ટિકમુક્ત બનાવવાનો અને દરિયાઈ પર્યાવરણના સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો. આ સ્વચ્છતા અભિયાનમાં કુલ 142 લોકો જોડાયા હતા, જેમાં શિવરાજપુર ગામની શાળાના 80 વિદ્યાર્થીઓ, સુઝલોન એનર્જી ગ્રુપના 20 સભ્યો, 20 સ્થાનિક ગ્રામજનો અને બ્લ્યુ ફ્લેગ બીચના 22 સ્ટાફ સભ્યોનો સમાવેશ થાય છે. સૌએ સાથે મળીને દરિયાકાંઠાના વિવિધ વિસ્તારોમાંથી પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્ર કરીને બીચને સ્વચ્છ બનાવ્યો હતો.