ગોધરામાં અભિજીત મુહૂર્તમાં નીકળશે ભવ્ય શ્રીજી વિસર્જન યાત્રા,m
ગોધરામાં અભિજીત મુહૂર્તમાં નીકળશે ભવ્ય શ્રીજી વિસર્જન યાત્રા,m
Published on: 20th September, 2026

ગોધરામાં 14મી સપ્ટેમ્બરે ઉત્સાહભેર સ્થાપિત કરાયેલી ગણેશ પ્રતિમાઓનું આજે રવિવારે રામસાગર અને કનેલાવ તળાવ ખાતે વિસર્જન થશે. શહેરની 500થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાશે. પ્રથમ શ્રી સાર્વજનીક ગણેશોત્સવ સમીતીના ગણપતિ અભિજીત મુહુર્તમાં પ્રસ્થાન કરશે, ત્યારબાદ અન્ય મંડળો જોડાશે. 3.25 કિમીના પરંપરાગત રૂટ પર નીકળનારી શોભાયાત્રામાં DJના અવાજ અંગે નિયંત્રણ રખાશે. પાલિકાએ રામસાગર તળાવ ખાતે વિસર્જન માટે લાઇટિંગ અને સ્ટેજ જેવી તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.