ભુજમાં ‘બેઝિક્સ ઓફ AI’ કોર્સ
ભુજમાં ‘બેઝિક્સ ઓફ AI’ કોર્સ
Published on: 20th September, 2026

કચ્છના યુવાનો અને કારીગરોને નવી ટેકનોલોજી તેમજ રોજગારલક્ષી કૌશલ્ય સાથે જોડવાના હેતુથી ભુજ ખાતે ‘બેઝિક્સ ઓફ AI’ કોર્સ સહિત વિવિધ તાલીમ કાર્યક્રમોનો પ્રારંભ કરાયો. કચ્છ CASA અને ભારતીય જૈન સંઘટના (BJS)ના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. BJSના પ્રમુખ હિતેશ હિંમતલાલ ખંડોરના આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં, કચ્છ કાસા દ્વારા 10 હજાર યુવાનોને AIની તાલીમ આપવામાં આવશે. ‘પીએમ વિશ્વકર્મા’ યોજના હેઠળ કારીગરોને તાલીમ, લોન અને માર્કેટિંગ સપોર્ટ પણ પૂરો પાડવામાં આવશે.