મહેસાણામાં સદભાવના ગ્રુપનો ચોથો ભોજન રથ શરૂ
મહેસાણામાં સદભાવના ગ્રુપનો ચોથો ભોજન રથ શરૂ
Published on: 20th September, 2026

સદભાવના ગ્રુપ ટ્રસ્ટે પાલનપુર, ડીસા અને સિદ્ધપુર બાદ મહેસાણામાં ચોથો ભોજન રથ શરૂ કર્યો છે. વૃદ્ધાશ્રમના વડીલોના હસ્તે પૂજન-આરતી કરી રથનું લોકાર્પણ કરવામાં આવ્યું. હવે બે ટાઈમ મળીને લગભગ 2,800 જરૂરિયાતમંદોને ભોજન આપવામાં આવશે, જેની સેવા 30 યુવાનોની ટીમ સંભાળશે. દાતા ન મળે તો પણ ટ્રસ્ટ દ્વારા સેવા ચાલુ રાખવામાં આવશે. આ ભોજન રથ દ્વારા સિવિલ હોસ્પિટલ, રાજમહેલ વિસ્તાર અને રેલવે સ્ટેશન પાસે સેવા અપાશે, અને જરૂરિયાત મુજબ નવા પોઈન્ટ ઉમેરાશે.