રાધનપુર-મહેસાણા રોડ પર ST બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત
રાધનપુર-મહેસાણા રોડ પર ST બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત
Published on: 20th September, 2026

રાધનપુર-મહેસાણા હાઇવે પર કોર્ટ બિલ્ડિંગ નજીક ST બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ દુર્ઘટનામાં રિક્ષામાં સવાર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. ભુજ તરફ જઈ રહેલી વિસનગર ડેપોની ST બસ રાધનપુર કોર્ટ પાસે રિક્ષા સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ લોકોનું ટોળું એકત્ર થયું હતું. 108 એમ્બ્યુલન્સ ઇજાગ્રસ્તને તાત્કાલિક રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લઈ ગઈ. પોલીસે તપાસ શરૂ કરી છે.