ડભોઇના સરિતા રેલવે બ્રિજ પર બે કાર વચ્ચે અકસ્માત
ડભોઇના સરિતા રેલવે બ્રિજ પર બે કાર વચ્ચે અકસ્માત
Published on: 31st July, 2026

ડભોઇના સરિતા રેલવે ઓવરબ્રિજ પર બે કાર વચ્ચે સામસામે અકસ્માત થતાં એક તરફનો બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે. સમારકામ હેઠળ હોવાથી એક જ બ્રિજ પર ટ્રાફ્કિ ડાયવર્ટ કરાયો હતો. આ અકસ્માતને કારણે કલાકો સુધી ભારે ટ્રાફ્કિ જામ સર્જાયો હતો, જેમાં બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ મહત્વપૂર્ણ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અનેક પ્રવાસન સ્થળો તરફ દોરી જાય છે, જેથી પ્રવાસીઓને પણ હાલાકી પડી રહી છે.