ડભોઇ ઢાલનગર વસાહતમાં બિસમાર રોડ
ડભોઇ ઢાલનગર વસાહતમાં બિસમાર રોડ
Published on: 31st July, 2026

ડભોઇ પાસે ઢાલનગર વસાહતમાં ગટર લાઈન નાખવા માટે કરાયેલા બેદરકારીભર્યા ખોદકામને કારણે મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બિસ્માર બન્યો છે. લગભગ 1 કિલોમીટર લાંબો રસ્તો ખરાબ થતાં ગ્રામજનો રોજીંદા કામકાજ માટે પણ હેરાન થઈ રહ્યા છે. 108 એમ્બ્યુલન્સ પણ આવતી નથી, જેના કારણે બીમાર કે સગર્ભા મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવામાં જીવનું જોખમ ઊભું થયું છે. શાળાના બાળકો અને શિક્ષકો પણ વાહનો દૂર મૂકીને પગપાળા ચાલી રહ્યા છે. ચોમાસામાં કાદવ-કીચડને કારણે અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે.