વૈભવ નહીં, સંસ્કાર જ નક્કી કરે છે સાચી મોટાઈનું મૂલ્યાંકન
વૈભવ નહીં, સંસ્કાર જ નક્કી કરે છે સાચી મોટાઈનું મૂલ્યાંકન
Published on: 13th August, 2026

વર્તમાન સમાજમાં સંપત્તિ, શિક્ષણ, બળ અને પ્રતિષ્ઠા જેવી બાબતોને આધારે વ્યક્તિની મોટાઈ માપવામાં આવે છે. લોકો ભય, દબાણ અને નુકસાન પહોંચાડવાની શક્તિ ધરાવતા વ્યક્તિઓથી પ્રભાવિત થાય છે. પરંતુ, આ બધી કસોટીઓ ખોટી અને હલકી છે. વ્યક્તિનું સાચું મૂલ્યાંકન તેના સુસંસ્કાર, ગુણ-કર્મ-સ્વભાવની ઉત્કૃષ્ટતા, ચરિત્ર અને બીજાઓ સાથેના સદવ્યવહાર પર આધાર રાખે છે. જેની હાજરીમાં બધા હળવાશ અનુભવે, તે જ સાચી મોટાઈ ધરાવે છે.