Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
ચાલુ મહિનો આજે
કલ્પના ચાવલા જન્મજયંતી
કલ્પના ચાવલા જન્મજયંતી

“તમે જે કામ કરવા ઈચ્છો તે જરૂર કરો, કદાચ શક્તિ બહારનું લાગે તો પણ કરો. જરૂર સફળતા મળશે.” આ શબ્દો ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા ના છે. અવકાશયાત્રી કલ્પના ચાવલાનો જન્મ 1 જુલાઈ, 1961 ના રોજ હરિયાણાના નાનકડા શહેર કરનાલમાં થયો હતો. તેમના પિતાનું નામ બનારસલાલ ચાવલા અને માતાનું નામ સંજ્યોતિ હતું. તે નાનપણથી જ ખૂબ જ ચંચળ સ્વભાવના હતા. આમ ઘરમાં સૌથી નાના હોવાથી માતા-પિતા ભાઇ-બહેનોએ તેમને ખૂબ લાડકોડથી મોટા કર્યા હતા. કલ્પનાનું પ્રારંભિક શિક્ષણ કરનાલની ટાગોર બાલનિકેતન સિનિયર માધ્યમિક શાળામાં થયું હતું. નાનપણથી જ તેમને એરોનોટિકલ એન્જિનિયર બનવાનો શોખ હતો. તેમના પિતા તેમને ડૉક્ટર અથવા શિક્ષક બનાવવા માંગતા હતા, પરંતુ તે નાનપણથી જ અવકાશમાં મુસાફરી કરવાની કલ્પના કરતા હતા. સ્વપ્નને સાકાર કરવા કલ્પના ચાવલાએ પંજાબ એન્જિનિયરિંગ કોલેજ, ચંદીગઢ માં એરોનોટિકલ એન્જિનિયરિંગના અભ્યાસ માટે B.E.માં પ્રવેશ મેળવ્યો અને 1982માં એરોનોટિકલ એન્જિનિયરિંગની પદવી પણ મેળવી. આ પછી કલ્પના અમેરિકા ગયા અને 1982માં એરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર કરવા માટે યુનિવર્સિટી ઓફ ટેક્સાસ માં પ્રવેશ મેળવ્યો. તેમણે આ અભ્યાસક્રમ 1984માં સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. અંતરિક્ષયાત્રી બનવાની તેમની ઈચ્છા એટલી પ્રબળ હતી કે તેમણે 1986માં એરોસ્પેસ એન્જિનિયરિંગ'માં બીજીવાર માસ્ટર કર્યું. ત્યારબાદ 1988માં તેમણે કોલરાડો યુનિવર્સિટી માંથી એરોસ્પેસ એન્જિનિયરિંગ વિષયમાં PhD પણ પૂર્ણ કર્યું. કલ્પના ચાવલા એ NASA ના એમ્સ સંશોધન કેન્દ્ર પર કામ કરતાં કરતાં અંતરીક્ષને લગતાં સંશોધનો ચાલુ રાખ્યા. 1994 માં NASA એ કલ્પનાની અંતરીક્ષયાત્રી તરીકે પસંદગી કરી. કલ્પના ચાવલા માર્ચ, 1995માં NASA ના અવકાશયાત્રી કોર્પ્સ સાથે જોડાયાં. તેઓ 1996માં પ્રથમ ઉંડાન માટે પસંદ થયાં. 19 નવેમ્બર થી 5 સપ્ટેમ્બર, 1997 સુધી અવકાશમાં STS–87 માં પ્રાઇમ રોબોટીક આર્મ ઓપરેટર તરીકે ફરજ બજાવી. 6 અવકાશયાત્રી સાથે સ્પેસશટલ કોલંબિયા STS-87 માં ઉડાન ભરી. કલ્પના ચાવલા પ્રથમ ભારતીય મહિલા અને બીજા ભારતીય અંતરીક્ષયાત્રી વ્યક્તિ હતા. પ્રથમ અવકાશયાત્રા દરમિયાન ચાવલાએ પૃથ્વીની 252 ભ્રમણકક્ષામાં 10.4 કરોડ માઇલની મુસાફરી કરી અને 372 કલાક કરતાં વધુ સમય અવકાશમાં રહ્યા હતા. STS-87 પોસ્ટ ફ્લાઇટ પ્રવૃત્તિઓ પૂર્ણ થયા પછી, ચાવલાને અવકાશયાત્રી કચેરીમાં સ્પેસ સ્ટેશન પર તકનિકી કામગીરી સોંપવામાં આવી હતી. 2000 માં તેમને STS-107 ની ટુકડીના ભાગરૂપે બીજા ઉડ્ડયન માટે પસંદ કરવામાં આવ્યા હતા. 1 ફેબ્રુઆરી, 2003 ના રોજ ધરતીથી 63 કિલોમીટર દૂર પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ દરમિયાન સ્પેસશટલ કોલંબિયા તૂટી પડતાં કલ્પના ચાવલા અને બધા સાત યાન સભ્યોનું ટેક્સાસમાં મૃત્યુ નીપજ્યું હતું.   ભારતના નારી રત્નોમાં કલ્પના ચાવલાનું નામ અમર રહેશે.

01st July

Read more
કલ્પના ચાવલા જન્મજયંતી
01st July
“તમે જે કામ કરવા ઈચ્છો તે જરૂર કરો, કદાચ શક્તિ બહારનું લાગે તો પણ કરો. જરૂર સફળતા મળશે.” આ શબ્દો ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા ના છે.

અવકાશયાત્રી કલ્પના ચાવલાનો જન્મ 1 જુલાઈ, 1961 ના રોજ હરિયાણાના નાનકડા શહેર કરનાલમાં થયો હતો. તેમના પિતાનું નામ બનારસલાલ ચાવલા અને માતાનું નામ સંજ્યોતિ હતું. તે નાનપણથી જ ખૂબ જ ચંચળ સ્વભાવના હતા. આમ ઘરમાં સૌથી નાના હોવાથી માતા-પિતા ભાઇ-બહેનોએ તેમને ખૂબ લાડકોડથી મોટા કર્યા હતા. કલ્પનાનું પ્રારંભિક શિક્ષણ કરનાલની ટાગોર બાલનિકેતન સિનિયર માધ્યમિક શાળામાં થયું હતું....
Read more
આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્તિ દિન
આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્તિ દિન

દર વર્ષે 3 જુલાઈ ના રોજ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્તિ દિન ઊજવવામાં આવે છે. પ્રકૃતિ અને પર્યાવરણ માટે પ્લાસ્ટિક કેટલું જોખમકારક છે તે વિશે લોકોને માહિતી આપવા તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવા માટે 3 જુલાઈ 2009 ના દિવસથી સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક બેગ મુક્તિ દિન મનાવવાની શરૂઆત થઈ. પ્લાસ્ટિક પ્રદૂષણની ગંભીર સમસ્યામાંથી સમગ્ર વિશ્વને બચાવવા માટે આ દિવસ ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.પ્લાસ્ટિક બેગની જગ્યાએ પર્યાવરણને અનુકૂળ પેપર બેગ અથવા કપડાંની બેગનો ઉપયોગ કરવા માટે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે દર વર્ષે આ દિવસ ઊજવવામાં આવે છે. આ અભિયાન ‘ઝીરો વેસ્ટ યુરોપ બેગ ફ્રી વર્લ્ડ’ દ્વારા સમગ્ર વિશ્વને જાગૃત કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું, જે હવે વૈશ્વિક પહેલ બની ગયું છે. વ્યક્તિગત સ્તર પર પ્લાસ્ટિકની ગંભીર સમસ્યાને દૂર કરવા માટેનો સંકલ્પ લેવા અંગે લોકોને પ્રોત્સાહિત કરવા માટે આ દિવસે મીટીંગ, ડિબેટ્સ, સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે જળાશયો, જંગલો અને અન્ય જગ્યાઓ પરથી પ્લાસ્ટિક દૂર કરી પર્યાવરણને સ્વચ્છ બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવે છે.દુનિયામાં પ્લાસ્ટિકનો ઉપયોગ દિવસેને દિવસે ખૂબ વધી રહ્યો છે અને તેમાંય બેગના સ્વરૂપમાં તેનો ઉપયોગ સૌથી વધારે થાય છે. શાકમાર્કેટથી લઈને મોટી મોટી માર્કેટ અને મોલમાં પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ હોવા છતાં વેચાયેલ દરેક સામાન ખુલ્લેઆમ પ્લાસ્ટિક બેગમાં અપાઈ રહ્યો છે. દર મિનિટે 10 લાખ પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ થાય છે. તેમાંથી ફક્ત 1% પ્લાસ્ટિક બેગનું જ રિસાઇક્લિંગ થાય છે. પ્લાસ્ટિક બેગનો ઉપયોગ એવરેજ 30 મિનિટ માટે થાય છે, પરંતુ તેનો નાશ થવા માટે 500 થી 1000 વર્ષ લાગે છે. અન્ય પદાર્થ માટીમાં ભળી જાય છે, પરંતુ પ્લાસ્ટિક વર્ષો સુધી માટીમાં ભળતું નથી અને પર્યાવરણને દૂષિત કરે છે.પ્લાસ્ટિકનો દુષ્પ્રભાવ જાણતા હોવા છતાં લોકો તેનો ઉપયોગ પોતાની સગવડ ખાતર કરે છે અને પછી ફેંકી દે છે. નિર્દોષ પશુ પંખીઓથી લઈને સમગ્ર જીવસૃષ્ટિ માટે પ્લાસ્ટિક હાનિકારક હોવા છતાં લોકો તેની ગંભીરતા સમજતા નથી. દરિયામાં વધતા પ્લાસ્ટિક પ્રદૂષણથી દરિયાઈ જીવો પર પણ જોખમ વધી રહ્યું છે અને દરિયાઈ જીવો લુપ્ત થતા જાય છે.પ્લાસ્ટિક ના કારણે થતા પ્રદૂષણો: પ્લાસ્ટિક બાળવાથી ડાયોક્સિન ગેસ નીકળે છે, જે તાજી હવાને દૂષિત કરે છે અને સમગ્ર જીવસૃષ્ટિને જીવલેણ રોગ તરફ ધકેલે છે. પ્લાસ્ટિકની થેલીઓ જમીનમાં દાટવાથી ભૂમિ પ્રદૂષણ પણ થાય છે. પ્લાસ્ટિક પ્રદૂષણ ભૂમિથી લઈને જળાશયો, સાગર, પ્રકૃતિ અને પર્યાવરણ માટે પણ જોખમકારક છે.

03rd July

Read more
આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્તિ દિન
03rd July

દર વર્ષે 3 જુલાઈ ના રોજ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્તિ દિન ઊજવવામાં આવે છે. પ્રકૃતિ અને પર્યાવરણ માટે પ્લાસ્ટિક કેટલું જોખમકારક છે તે વિશે લોકોને માહિતી આપવા તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવા માટે 3 જુલાઈ 2009 ના દિવસથી સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક બેગ મુક્તિ દિન મનાવવાની શરૂઆત થઈ. પ્લાસ્ટિક પ્રદૂષણની ગંભીર સમસ્યામાંથી સમગ્ર વિશ્વને બચાવવા માટે આ દિવસ ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

પ્લાસ્ટિક બેગની જગ્યાએ પર્યાવરણને અનુકૂળ પેપર બેગ અથવા કપડાંની બેગનો ઉપયોગ કરવા માટે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે દર વર્ષે આ દિવસ ઊજવવામાં આવે છે. આ અભિયાન...

Read more
સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ
સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ

સ્વામી વિવેકાનંદજી ના જન્મદિનને ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી, 1863 ના રોજ થયો હતો. આધુનિક ભારતના નિર્માતા પૈકીનાં એક એવા સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ પર રામકૃષ્ણ મિશનના કેન્દ્રો, રામકૃષ્ણ મઠ અને તેની અનેક શાખાઓ ખાતે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકારે સૌ પ્રથમ 1984 ના વર્ષમાં સ્વામી વિવેકાનંદના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. ત્યારથી દર વર્ષે 12મી જાન્યુઆરી ના રોજ સ્વામી વિવેકાનંદ જયંતી 'રાષ્ટ્રીય યુવા દિન' તરીકે ઉજવવામાં આવે છે.   સ્વામી વિવેકાનંદ 19મી સદીના સંત શ્રી રામકૃષ્ણ પરમહંસના પરમ શિષ્ય અને રામકૃષ્ણ મિશનના સ્થાપક હતા. તેમને યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે. તેમને 19મી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વ કક્ષાએ આદર અપાવવાનો શ્રેય આપવામાં આવે છે. આધુનિક વિશ્વમાં હિન્દુ ધર્મને સ્વીકૃત બનાવવામાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન મુખ્ય ગણવામાં આવે છે. તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં 1893 માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. તેઓના પ્રવચનની શરૂઆત તેમણે "અમેરિકાના ભાઈઓ તથા બહેનો" સંબોધન કરેલું તેમજ આ પ્રવચનથી તેઓ વ્યક્તિ વિશેષ તરીકે વિશ્વ પ્રસિદ્ધ બન્યા હતા.   બાળપણથી જ તેમને આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગની લાગી હતી. ઇશ્વરનાં દર્શન કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણ પરમહંસને મળ્યા. આખરે તેમના શિષ્ય બની ગયા. પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યું અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો. પ્રખર વક્તા તરીકે સ્વામી વિવેકાનંદે અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં વેદાંત, યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો. તેમણે અમેરિકા તથા ઇંગ્લેંડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. ભારત પરત આવીને 1987માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશનની સ્થાપના કરી. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સુભાષચંદ્ર બોઝ, અરવિંદ ઘોષ, રાધાકૃષ્ણન જેવા રાષ્ટ્રીય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડયો હતો.   સ્વામી વિવેકાનંદ એક મહાન આધ્યાત્મિક વ્યક્તિ અને ફિલોસોફર હતા. તે વૈશ્વિક આધ્યાત્મિકતા, સંવાદિતા, વૈશ્વિક ભાઈચારો અને સમગ્ર વિશ્વમાં શાંતિ ઇચ્છતા હતા. તેમનું શિક્ષણ અને ફિલસૂકીનો વર્તમાન સમયમાં પણ અસ્તિત્વ ધરાવે છે અને આધુનિક યુગના યુવાનોને માર્ગદર્શન આપે છે. તેમણે યુવાનોને પ્રેરણારૂપ સંદેશ આપેલો કે " ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો". 4 જુલાઈ, 1902 ના રોજ બેલુર મઠ ખાતે ધ્યાનની અવસ્થામાં તેમનું અવસાન થયું. માત્ર 39 વર્ષની ટૂંકી વયમાં હિંદુ ધર્મ, સમાજસેવા અને દેશ માટે તેઓ ઘણું બધુ કાર્ય કરીને ગયા.   સ્વામી વિવેકાનંદે સ્થાપેલી સંસ્થાઓ તેમના શિક્ષણ અંગેના વિચારો અને ફિલસૂકીનો ફેલાવો કરી રહી છે. જે સમાજ અને રાષ્ટ્રની સુધારણા માટે કામ કરી રહી છે. તેમણે વેદાંત અને ઘણી સામાજિક સેવાઓનો પ્રચાર-પ્રસાર કર્યો. તેઓ વિશ્વના યુવાનો માટે કાયમ પ્રેરણારૂપ બની રહેશે.

04th July

Read more
સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ
04th July
સ્વામી વિવેકાનંદજી ના જન્મદિનને ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી, 1863 ના રોજ થયો હતો. આધુનિક ભારતના નિર્માતા પૈકીનાં એક એવા સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ પર રામકૃષ્ણ મિશનના કેન્દ્રો, રામકૃષ્ણ મઠ અને તેની અનેક શાખાઓ ખાતે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકારે સૌ પ્રથમ 1984 ના વર્ષમાં સ્વામી વિવેકાનંદના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. ત્યારથી દર વર્ષે 12મી જાન્યુઆરી ના રોજ સ્વામી વિવેકાનંદ જયંતી 'રાષ્ટ્રીય યુવા...
Read more
ધીરુભાઈ અંબાણી પુણ્યતિથિ
ધીરુભાઈ અંબાણી પુણ્યતિથિ

આંતરરાષ્ટ્રીય સ્તરે નામાંકિત ઉધોગપતિ ધીરજલાલ હિરાચંદ અંબાણી કે જેમને ધીરુભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમનો જન્મ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૨ ના રોજ ગુજરાત રાજ્યના જૂનાગઢના ચોરવાડ ખાતે હિરાચંદ ગોરધન અંબાણી અને જમનાબેનના ઘરે અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતા મોઢ વર્ણિક પરિવારમાં થયો હતો. તેઓ સ્કૂલ ટીચરના બીજા સંતાન હતા. ૧૬ વર્ષની ઉંમરે તેઓ યેમનમાં આવેલા એડન ખાતે ગયા હતા. તેમણે ૩૦૦ રૂપિયાના પગારથી એ.બીસ એન્ડ કું. (A. Besse & Co.) માં કામ કર્યું. બે વર્ષ બાદ એ.બીસ. એન્ડ કું.(A. Besse & Co.) શેલ (Shell) ઉત્પાદનોની ડિસ્ટ્રીબ્યુટર બની અને ધીરુભાઈને બઢતી સાથે કંપનીના એડનના બંદર ખાતેના ફિલિંગ સ્ટેશનના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી. તેઓ સંઘર્ષ કરીને આપબળે ધનવાન બનેલા ભારતીય હતા કે જેમણે મુંબઈમાં પોતાના પિતરાઈ સાથે ૧૯૬૨માં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) ની સ્થાપના કરી હતી. રિલાયન્સ પોલીયસ્ટર યાર્નની આયાત અને મસાલાની નિકાસ કરતી હતી. ટેક્સટાઈલ વ્યવસાયમાં તકો હોવાનું લાગતાં ધીરુભાઈએ પોતાની પ્રથમ ટેક્સટાઇલ મિલ ઈ.સ.૧૯૭૭ ના વર્ષમાં અમદાવાદનાં નરોડા વિસ્તારમાં શરૂ કરી. સમય વીતતા ધીરુભાઈ પોતાના કારોબારમાં વૈવિધ્યકરણ લાવ્યા અને પેટ્રોકેમિકલ્સમાં નિપુણતા હાસલ કરવાની સાથે ઇન્ફર્મેશન ટેકનોલોજી,એનર્જી,પાવર, ટેક્સટાઇલ, મૂડી બજારો અને લોજીસ્ટીક્સ ક્ષેત્રે પણ કારોબારનો વિસ્તાર કર્યો. ૧૯૭૭માં ધીરુભાઈ અંબાણી તેમની કંપની રિલાયન્સને જાહેરમાં લઇ ગયા અને ૨૦૦૭ સુધીમાં તેમના પરિવાર (દીકરાઓ અનિલ અને મુકેશ)ની સંયુક્ત સંપત્તિ ૬૦ અબજ ડોલર હતી, જેને પગલે અંબાણીઓ વિશ્વના સૌથી વધુ ધનવાન પરિવારોમાં સ્થાન પામ્યા હતા. અમેરિકામાં ૧૦૦ વર્ષના સમયગાળામાં ૧૦૦ મિલિયન ડોલર્સ બોન્ડસ બહાર પાડનાર રિલાયન્સ પ્રથમ એશિયાઈ કંપની છે. નવેમ્બર, ૨૦૦૦માં ભારતના કેમિકલ ઉધોગના વિકાસમાં વિશેષ પ્રદાન માટે કેમટેક ફાઉન્ડેશન અને કેમિકલ એન્જિનિયરિંગ વર્લ્ડ દ્વારા તેમને 'મેન ઓફ સેન્ચ્યુરી' નું સન્માન અપાયુ હતું. એશિયાવીક (Asiaweek) મેગેઝિન દ્વારા ૧૯૯૬,૧૯૯૮ અને ૨૦૦૦માં એશિયાના સૌથી વધુ શક્તિશાળી "પાવર -૫૦" વ્યક્તિઓની યાદીમાં તેમનો સમાવેશ થયો હતો. જૂન,૧૯૯૮માં સૌ પ્રથમ વ્હોર્ટન સ્કૂલનું ડીન મેડલ પ્રાપ્ત કરવાનું ભારતીયનું ગૌરવ ધીરુભાઈને પ્રાપ્ત થયું હતું. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) દ્વારા ધીરુભાઈ અંબાણી, મેન ઓફ 20એથ સેન્ચ્યુરી જાહેર થયા હતા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા (Times of India) દ્વારા ૨૦૦૦માં હાથ ધરાયેલા સર્વેક્ષણમાં "ગ્રેટેસ્ટ ક્રીએટર ઓફ વેલ્થ ઈન ધી સેન્ચ્યુરીસ" જાહેર થયા. સફળ ઉધોગ - વ્યવસાય સમૂહ સ્થાપિત કરનાર આ અદ્વિતીય વિરલ પ્રતિભાનું નિધન ૬ જુલાઈ, ૨૦૦૨ ના રોજ મુંબઈ ખાતે થયું હતું. ભારતીય પોસ્ટ વિભાગે ૨૮ ડિસેમ્બર, ૨૦૦૨માં ધીરુભાઈ અંબાણીની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી.

06th July

Read more
ધીરુભાઈ અંબાણી પુણ્યતિથિ
06th July

આંતરરાષ્ટ્રીય સ્તરે નામાંકિત ઉધોગપતિ ધીરજલાલ હિરાચંદ અંબાણી કે જેમને ધીરુભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમનો જન્મ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૨ ના રોજ ગુજરાત રાજ્યના જૂનાગઢના ચોરવાડ ખાતે હિરાચંદ ગોરધન અંબાણી અને જમનાબેનના ઘરે અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતા મોઢ વર્ણિક પરિવારમાં થયો હતો. તેઓ સ્કૂલ ટીચરના બીજા સંતાન હતા. ૧૬ વર્ષની ઉંમરે તેઓ યેમનમાં આવેલા એડન ખાતે ગયા હતા. તેમણે ૩૦૦ રૂપિયાના પગારથી એ.બીસ એન્ડ કું. (A. Besse & Co.) માં કામ કર્યું. બે વર્ષ બાદ એ.બીસ. એન્ડ કું.(A. Besse & Co.) શેલ (Shell) ઉત્પાદનોની ડિસ્ટ્રીબ્યુટર બની...

Read more
વિશ્વ વસ્તી દિવસ
વિશ્વ વસ્તી દિવસ

દર વર્ષે 11મી જુલાઈ ના રોજ વિશ્વ વસ્તી દિન ઊજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ વિશ્વમાં વસ્તી વધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતિ કેળવવાનો છે. વધતી જતી વસ્તી એ વિશ્વના મોટાભાગના દેશોને મૂંઝવતી જટિલ સમસ્યા છે. વિશ્વના દેશોમાં જે ઝડપે વસ્તી વધારો થઈ રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે. વસ્તી વધારો કોઈપણ દેશના વિકાસને ભરખી જાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના ‘સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ’ ની સંચાલન પરિષદ દ્વારા આ દિન ઊજવવાની શરૂઆત 1989 માં કરવામાં આવી હતી. 11 જુલાઈ, 1987 ના દિવસે વિશ્વની જનસંખ્યા લગભગ 5 અબજ ને પાર કરી ગઇ હોવાથી આ તારીખે વિશ્વ વસ્તી દિન ઊજવવામાં આવે છે. ભારત, પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ જેવા દેશોમાં વસ્તી વધારાના કારણે અનેક સમસ્યાઓ જન્મી છે. વસ્તી વધારાને નિયંત્રિત કરવા નવી રાષ્ટ્રીય વસ્તી નીતિ પણ સરકારે અમલમાં મૂકી છે. ભારત હવે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. સતત વધતી વસ્તી એ ગંભીર ચિંતાનો વિષય છે. વધતી વસ્તીને કારણે ભૂખમરો, ગરીબી, નિરક્ષરતા અને બેરોજગારી જેવી સમસ્યાઓ વધી રહી છે. આવી સ્થિતિમાં વસ્તી નિયંત્રણ માટે જરૂરી પગલાં લેવામાં આવે તે જરૂરી છે. લોકો હજી પણ વસ્તી વધારાની સમસ્યાને સમજી શકતા નથી કે ભવિષ્યમાં આ સમસ્યા દેશના વિકાસમાં કેટલો મોટો અવરોધ સર્જી શકે છે. સભાનતા અને શિક્ષણના પ્રચાર વગર વસ્તી વધારા પર કાબુ મેળવવો અશક્ય છે. વસ્તી વધારાનાં અનેક કારણો છે. જન્મદર ઊંચો છે, જ્યારે સ્વાસ્થ્ય ક્ષેત્રે થયેલાં સંશોધનો અને વિકાસના પરિણામે માનવ મૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે. વસ્તી વધારાને કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓ, ભોજન, રહેઠાણ વગેરે સમસ્યાઓના નિવારણ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, પરંતુ વધતી જતી વસ્તીને પરિણામે આનું કોઈ નોંધપાત્ર કે હકારાત્મક પરિણામ મેળવી શકાતું નથી. વસ્તીનો આ પ્રચંડ વધારો તેની સાથે બેરોજગારી, ગરીબી, પ્રદૂષણ, કુપોષણ, જીવન જરૂરી વસ્તુઓની અછત વગેરે જેવી અનેક સમસ્યાઓ અને પ્રશ્નો સાથે લઈને આવે છે. આ દિવસની ઉજવણી દ્વારા આપણે સૌ આ ગંભીર સમસ્યા તરફ સતર્ક થઈ તેનો યોગ્ય ઉકેલ શોધીએ જેથી કરીને આવનારી પેઢીઓ માટે આપણે કંઇક સારું કરી શકીએ. વસ્તી વધારો એ રાષ્ટ્ર અને વિશ્વના તમામ જાતિ, સંપ્રદાય કે વર્ગ માટે ચિંતા ઉપજાવનારો છે.

11th July

Read more
વિશ્વ વસ્તી દિવસ
11th July
દર વર્ષે 11મી જુલાઈ ના રોજ વિશ્વ વસ્તી દિન ઊજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ વિશ્વમાં વસ્તી વધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતિ કેળવવાનો છે. વધતી જતી વસ્તી એ વિશ્વના મોટાભાગના દેશોને મૂંઝવતી જટિલ સમસ્યા છે.
વિશ્વના દેશોમાં જે ઝડપે વસ્તી વધારો થઈ રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે. વસ્તી વધારો કોઈપણ દેશના વિકાસને ભરખી જાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના ‘સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ’ ની સંચાલન પરિષદ દ્વારા આ દિન ઊજવવાની શરૂઆત 1989 માં કરવામાં આવી હતી. 11 જુલાઈ, 1987 ના દિવસે વિશ્વની...
Read more
વિશ્વ યુવા કૌશલ્ય દિન
વિશ્વ યુવા કૌશલ્ય દિન

યુવાનોને દેશનું ભવિષ્ય માનવામાં આવે છે. ભારતને યુવાઓના દેશ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ ભારત સહિત ઘણા એવા દેશ છે જ્યાં આજે પણ યુવાનો પાસે પૂરતા પ્રમાણમાં રોજગારની તકો ઉપલબ્ધ નથી. ઘણા યુવાનો એવા છે કે જેઓ મર્યાદિત રોજગારીની તકોને કારણે તેમની આવડત મુજબ નોકરી (Job) મેળવી શકતા નથી. જેને કારણે ઓછા પગારમાં પણ કામ કરવાની ફરજ પડે છે. આ પરિસ્થિતિ વિશે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 15 જુલાઈ એ વિશ્વ યુવા કૌશલ્ય દિન (World Youth Skills Day) ઊજવવામાં આવે છે. વિશ્વ યુવા કૌશલ્ય દિનની શરૂઆત યુવાનોમાં બેરોજગારી ના પડકારોને ઘટાડવા અને તેમને કૌશલ્ય વિકાસ માટે જાગૃત કરવા માટે કરવામાં આવી હતી. શ્રીલંકાની પહેલ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 11 નવેમ્બર, 2014 ના રોજ દર વર્ષે વિશ્વ યુવા કૌશલ્ય દિનની ઉજવણી કરવાની જાહેરાત કરી. વિશ્વ યુવા કૌશલ્ય દિન 15 જુલાઈ, 2015 ના રોજ પ્રથમ વખત ઊજવવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે આ દિવસ ઊજવવામાં આવે છે. આ દિવસે યુવાનોને કૌશલ્ય વિકાસ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ માટે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભારતમાં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત 15 જુલાઈ, 2015ના રોજ પ્રથમ વખત વિશ્વ યુવા કૌશલ્ય દિન મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ભારતના તત્કાલીન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી એ આ જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ સરકાર દ્વારા દેશના યુવાનોને તેઓની રુચિ અનુસાર વિવિધ ક્ષેત્રોમાં મફત ઔદ્યોગિક તાલીમ આપવામાં આવે છે જેથી તેઓ રોજગારી મેળવી શકે. 14 થી 35 વર્ષ ની વયજૂથના યુવાનો આ મિશન હેઠળ તાલીમ મેળવી શકે છે. ત્રણ મહિના, છ મહિના અને એક વર્ષ માટેની તાલીમ માટે બેરોજગાર યુવાનોની નોંધણી કરવામાં આવે છે અને અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ સરકાર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પ્રમાણપત્ર સમગ્ર દેશમાં માન્ય ગણાય છે. આ પ્રમાણપત્ર પછી યુવાનો કૌશલ્યના આધારે દેશમાં ગમે ત્યાં સરળતાથી રોજગાર મેળવી શકે છે. યુવાનોની રોજગારીની તકોને વધારવા માટે સબસીડી પણ આપવામાં આવે છે. યુવા કૌશલ્ય માટે સરકાર દ્વારા નીચે મુજબની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે: દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના

15th July

Read more
વિશ્વ યુવા કૌશલ્ય દિન
15th July
યુવાનોને દેશનું ભવિષ્ય માનવામાં આવે છે. ભારતને યુવાઓના દેશ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ ભારત સહિત ઘણા એવા દેશ છે જ્યાં આજે પણ યુવાનો પાસે પૂરતા પ્રમાણમાં રોજગારની તકો ઉપલબ્ધ નથી. ઘણા યુવાનો એવા છે કે જેઓ મર્યાદિત રોજગારીની તકોને કારણે તેમની આવડત મુજબ નોકરી (Job) મેળવી શકતા નથી. જેને કારણે ઓછા પગારમાં પણ કામ કરવાની ફરજ પડે છે. આ પરિસ્થિતિ વિશે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 15 જુલાઈ એ વિશ્વ યુવા કૌશલ્ય દિન (World Youth Skills Day) ઊજવવામાં આવે છે.
વિશ્વ યુવા કૌશલ્ય દિનની શરૂઆત યુવાનોમાં બેરોજગારી ના...
Read more
વિશ્વ સાપ દિન
વિશ્વ સાપ દિન

આપણી આસપાસ વસતા સેંકડો પ્રકારના સજીવોમાં વિવિધ પ્રકારના સાપ માનવ સમાજમાં જુદા જ પ્રકારનું મહત્ત્વ ધરાવે છે. તેના અંગે કેટલીક ગેરસમજો પણ પ્રવર્તતી જોવા મળે છે. જેથી સાપ વિશે લોકોમાં સમજ વિકસે તેમજ પર્યાવરણમાં તેમનું મહત્ત્વ સમજાય તે હેતુ ધ્યાનમાં રાખી પ્રતિ વર્ષ 16 જુલાઈ ને વિશ્વ સાપ દિન તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે લોકોને સાપની પ્રજાતિઓ અંગે જાણકારી આપવામાં આવે છે. ભારતમાં સાપની પૂજા થાય છે અને નાગને ભગવાન સ્વરૂપ માનવામાં આવે છે. વિશ્વમાં સાપની અંદાજે 2,900 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે.   માનવ નજરમાં સાપની નકારાત્મક ભૂમિકા હોય છે અને લોકો તેમને પ્રાણીઓના સૌથી મોટા દુશ્મન માને છે. તેથી જ મોટાભાગના લોકો સાપને જોતાં જ તેને મારી નાખે છે. પરંતુ આપણે બધાએ એ જાણવું જોઇએ કે, આપણા પર્યાવરણને સંતુલિત કરવામાં સાપ મોટી ભૂમિકા ભજવે છે. અનાજ, કપડાં અને અન્ય ખાદ્યપદાર્થોને નુકસાન પહોંચાડતા ઉંદર, કીટકો વગેરે સાપનો ખોરાક છે. જેમનું જૈવિક નિયંત્રણ સાપ દ્વારા જ શક્ય છે. સાપ પ્રકૃતિનું સંતુલન જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઉપરાંત તેના વિષમાંથી બનતી દવાઓ પણ ઉપયોગી બને છે. ભારતમાં સાપની અંદાજે 250 જાતિઓ છે, તેમાં 50 જેટલા ઝેરી સાપ છે. ઝેરી સાપોમાં જમીન પર વસતા ઝેરી સાપો ની સંખ્યા માત્ર 4 છે. જેમાં નાગ, કાળોતરો, ફુરસો અને ચિતળ નો સમાવેશ થાય છે. આંધળા સાપ, આંધળી ચાકણ, અજગર, ધામણ, વૃક્ષ-સર્પ જેવા બિનઝેરી સાપ પણ જોવા મળે છે. મોટાભાગના ભારતીય સાપોમાં ઈંડાંનો સેવનકાળ 60 થી 90 દિવસ નો હોય છે. સાપનું આયુષ્ય 4 થી 25 વર્ષ ની વચ્ચે હોય છે. સાપ તેની જીભ વડે ગંધની દિશા પારખે છે. સાપનું હૃદય તેના લાંબા શરીરમાં આગળ પાછળ સરકીને જગ્યા બદલી શકે છે જેથી તે કોઇ મોટું જાનવર સહેલાઇથી ગળી શકે છે. મોટા ભાગના સાપ ડંખ મારીને શિકારના શરીરમાં ઝેર દાખલ કરે છે. કેટલાક સાપ જડબામાંથી ઝેરની પિચકારી મારી શકે છે. સાપની આંખ ઉપર પોપચાં હોતા નથી, તે હંમેશાં ખુલ્લી રહે છે. સાપનાં ફેફસાં, લીવર, કિડની અને આંતરડાં તેના શરીરના પ્રમાણમાં લાંબા આકારનાં હોય છે. સાપ અવાજ સાંભળી શકતા નથી પણ અવાજના મોજાંની ધ્રૂજારી અનુભવી શકે છે. સૌથી નાનો સાપ બ્રાહ્મણી અંધ સાપ છે, જે આશરે બે ઇંચનો હોય છે. જ્યારે સૌથી મોટા સાપ એનાકોન્ડા આશરે 40 ફૂટ લાંબા હોય છે. સાપ તેના શરીરની ચામડીનું આવરણ નિયમિત બદલે છે. તેને કાંચળી કહે છે. સાપ કરડે ત્યારે શું કરવું: જો તમને અચાનક સાપ કરડે તો તમારે ડરવું જોઈએ નહિ કારણ કે ડરી જવાથી હ્રદયના ધબકારા વધી જાય છે અને લોહીના દબાણમાં ફેરફાર થાય છે. પીડિત વ્યક્તિ સાથે વાત કરી તેનો ડર દૂર કરવાનો પ્રયાસ કરવો. જે જગ્યાએ સાપ કરડ્યો હોય તે જગ્યાને ચોખ્ખા કપડાંની મદદથી સાફ કરવી. અસરગ્રસ્તને ડંખની જગ્યા પર મલમ અથવા તો પાટો બાંધીને નજીકના દવાખાને લઈ જવો. પીડિત વ્યક્તિને સોજો આવે તે પહેલાં પાટો કાઢી લેવો જોઈએ. સાપ કરડે ત્યારે શું ન કરવું: સાપ ડંખ મારે તે ભાગમાં ચીરો ન પાડવો. શરીરના જે પણ ભાગમાં સાપે ડંખ માર્યો હોય તે ભાગ હલાવવો નહીં. દર્દીને જાતે કોઈપણ દવા કે પેઇન કિલર આપવી જોઈએ નહીં. આપણા ભારત દેશમાં સાપને લગતી કેટલીક કહેવતો પણ છે: સાપના દરમાં હાથ નાંખવો સાપે છછૂંદર ગળવું દૂધ પાઈને સાપ ઉછેરવો સાપને ઘેર પરોણો સાપ ગ્રહણ ટાણે સાપ નીકળવો ઝાઝી કીડી સાપને તાણી જાય સંઘર્યો સાપ પણ કામ આવે સાપ ગયા અને લીસોટા રહ્યા

16th July

Read more
વિશ્વ સાપ દિન
16th July
આપણી આસપાસ વસતા સેંકડો પ્રકારના સજીવોમાં વિવિધ પ્રકારના સાપ માનવ સમાજમાં જુદા જ પ્રકારનું મહત્ત્વ ધરાવે છે. તેના અંગે કેટલીક ગેરસમજો પણ પ્રવર્તતી જોવા મળે છે. જેથી સાપ વિશે લોકોમાં સમજ વિકસે તેમજ પર્યાવરણમાં તેમનું મહત્ત્વ સમજાય તે હેતુ ધ્યાનમાં રાખી પ્રતિ વર્ષ 16 જુલાઈ ને વિશ્વ સાપ દિન તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે લોકોને સાપની પ્રજાતિઓ અંગે જાણકારી આપવામાં આવે છે. ભારતમાં સાપની પૂજા થાય છે અને નાગને ભગવાન સ્વરૂપ માનવામાં આવે છે. વિશ્વમાં સાપની અંદાજે 2,900 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે....
Read more
આંતરરાષ્ટ્રીય ન્યાય દિન
આંતરરાષ્ટ્રીય ન્યાય દિન

પ્રતિ વર્ષ 17 જુલાઈ ને આંતરરાષ્ટ્રીય ન્યાય દિન તરીકે ઊજવવામાં આવે છે. વિશ્વના દેશોની ન્યાયપ્રણાલીની સ્થાપના માટે કરેલી ‘રોમસંધિ'ની વર્ષગાંઠ હોવાથી આ દિવસને આંતરરાષ્ટ્રીય ન્યાય દિન તરીકે સ્વીકારવામાં આવ્યો છે. તેને ઇન્ટરનેશનલ ક્રિમિનલ જસ્ટિસ ડે પણ કહેવાય છે. માનવ સમાજનું મહત્ત્વનું અંગ છે સભ્યતા. તમામ માનવોને સમાન અધિકારો પ્રાપ્ત થાય તેમજ શોષણથી મુક્ત સમાજનું નિર્માણ થાય ત્યારે જ સભ્ય સમાજ બનાવી શકાય. ઇતિહાસમાં કેટલાક લોકો પર જોર, જુલમ, શોષણ જેવી ઘટનાઓ નોંધાઈ છે તે કોઈપણ રીતે સ્વીકાર્ય નથી. તેથી આ તમામ લોકોને ન્યાય મળે, તેઓ ઉન્નત જીવન જીવી શકે તેમજ માનવીય ગરિમા પ્રાપ્ત કરે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. મુખ્યત્વે સમગ્ર વિશ્વમાં ન્યાય માટેની જાગૃતિ ફેલાય તે હેતુથી આ દિવસ ઊજવવામાં આવે છે. ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા, લિંગ કે શારીરિક જાતિભેદ વગેરે વિષયો પર અનિચ્છનીય પ્રકારે ચાલી રહેલી તમામ બાબતોનો વિરોધ કરવા તેમજ ન્યાય મેળવવાના હેતુથી સમગ્ર સૃષ્ટિને જાગૃત કરવાનો આ દિવસ છે. સમગ્ર વિશ્વમાં શાંતિ અને આનંદ અવિરત રહે તે માટે સર્વે એકત્ર થઈને ન્યાયની માંગણી કરે છે. ભારતના બંધારણમાં નાગરિકને નીચે મુજબના મૂળભૂત હક (અધિકાર) આપવામાં આવ્યા છે. પરંતુ સૃષ્ટિમાં માત્ર મનુષ્યો જ નથી રહેતા એ વાત આપણે સૌએ હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. સમાનતાનો હક સ્વતંત્રતાનો હક શોષણ સામે વિરોધનો હક ધાર્મિક સ્વતંત્રતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક બંધારણીય ઇલાજોનો હક સમગ્ર વિશ્વમાં ન્યાય વ્યવસ્થાને વધુ મજબૂત અને અસરકારક બનાવવાના હેતુસર તેમજ ન્યાય પ્રત્યે વ્યક્તિઓને સભાન કરવાના પ્રયત્નોના ભાગરૂપે આ દિવસે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. વિશ્વ શાંતિ અને સલામતી સ્થાપવામાં ન્યાય દિવસ સહાય કરે છે.

17th July

Read more
આંતરરાષ્ટ્રીય ન્યાય દિન
17th July
પ્રતિ વર્ષ 17 જુલાઈ ને આંતરરાષ્ટ્રીય ન્યાય દિન તરીકે ઊજવવામાં આવે છે. વિશ્વના દેશોની ન્યાયપ્રણાલીની સ્થાપના માટે કરેલી ‘રોમસંધિ'ની વર્ષગાંઠ હોવાથી આ દિવસને આંતરરાષ્ટ્રીય ન્યાય દિન તરીકે સ્વીકારવામાં આવ્યો છે. તેને ઇન્ટરનેશનલ ક્રિમિનલ જસ્ટિસ ડે પણ કહેવાય છે.
માનવ સમાજનું મહત્ત્વનું અંગ છે સભ્યતા. તમામ માનવોને સમાન અધિકારો પ્રાપ્ત થાય તેમજ શોષણથી મુક્ત સમાજનું નિર્માણ થાય ત્યારે જ સભ્ય સમાજ બનાવી શકાય. ઇતિહાસમાં કેટલાક લોકો પર જોર, જુલમ, શોષણ જેવી ઘટનાઓ નોંધાઈ છે તે કોઈપણ રીતે સ્વીકાર્ય નથી. તેથી આ તમામ લોકોને ન્યાય મળે, તેઓ ઉન્નત જીવન જીવી શકે તેમજ માનવીય...
Read more
ઉમાશંકર જોશી જન્મજયંતી
ઉમાશંકર જોશી જન્મજયંતી

“વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી, માથે ધરું ધૂળ વસુંધરાની!” આ આહલેક જગાડનાર કવિ અને સાચા અર્થમાં ગુજરાતના સાહિત્ય વારસાને સમૃદ્ધ બનાવનાર ઉમાશંકર જોશી નો જન્મ 21 જુલાઈ, 1911 ના રોજ ગુજરાતના સાબરકાંઠા (હાલના અરવલ્લી) જિલ્લાના ભીલોડા તાલુકાના બામણા ગામે થયો હતો. તેમની માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ હતું. તેઓએ ગુજરાતી સાહિત્યમાં કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, અનુવાદક, વિવેચક તરીકે કામ કરીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. ઉમાશંકર જોશીને ઇડરમાં માધ્યમિક શિક્ષણ દરમિયાન પન્નાલાલ પટેલ ના સહાધ્યાયી તરીકે તેમજ અમદાવાદમાં કૉલેજકાળ દરમિયાન કાકાસાહેબ કાલેલકર ના અંતેવાસી તરીકે સાથે રહેવાનો અવસર મળ્યો હતો. કોલેજકાળ દરમિયાન તેઓ સત્યાગ્રહમાં પણ જોડાયા હતા. 1928 માં તેમણે લખેલું પ્રથમ સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ ની અંતિમ પંક્તિ  તેમના સમસ્ત જીવનનો જાણે સાર બતાવે છે:   સૌંદર્ય પી ઉઝરણ ગાશે પછી આપમેળે   કૉલેજના અભ્યાસ બાદ તેઓ મુંબઈની કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા. તેઓ યુનિવર્સિટીના કુલપતિ તરીકે બે વાર પસંદગી પામ્યા જે તેમની લોકપ્રિયતા દર્શાવે છે. ઉમાશંકર જોશીએ વિવિધ સાહિત્ય પ્રકારનું ખેડાણ કર્યું છે. તેમણે 'વિશ્વશાંતિ', 'ગંગોત્રી', 'નિશીથ', 'આતિથ્ય', 'વસંતવર્ષા' જેવા અનેક કાવ્યસંગ્રહો આપ્યા છે. તેમણે બાળસાહિત્યનું પણ સર્જન કર્યું છે. ગુજરાત રાજ્યને ઉદ્દેશીને લખાયેલું "મળતાં મળી ગઇ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે" આ કાવ્ય ખૂબ પ્રસિદ્ધ છે. તેમણે પદ્યનાટકોમાં 'પ્રાચીના' અને 'મહાપ્રસ્થાન' લખ્યાં છે. 'સાપના ભારા', 'શહીદ' જેવી મહત્ત્વની એકાંકીઓ લખેલી છે.તેમણે 'વાસુકી' અને 'શ્રવણ' ઉપનામથી કેટલીક વાર્તાઓ પણ આપી છે. 'શ્રાવણી મેળો', 'ત્રણ અડધું બે અને બીજી વાતો', 'અંતરાય', 'વિસામો' તેમના વાર્તાસંગ્રહો છે. તેઓ સારા વિવેચક પણ હતા. તેમની પાસેથી 'અખો - એક અધ્યયન', 'અભિરુચિ', 'કવિની સાધના', 'કવિની શ્રદ્ધા' વગેરે વિવેચન સંગ્રહ મળ્યા છે. તેમણે 'કાલિદાસ', 'શેક્સપિયર', 'પ્રેમાનંદ' તથા 'કવિતા વાંચવાની કળા' જેવી પરિચય પુસ્તિકાઓ પણ આપી છે. 'ગોષ્ઠિ', 'ઉઘાડી બારી', 'શિવસંકલ્પ' વગેરે તેમના નિબંધસંગ્રહ છે. તેમણે કરેલ પ્રવાસોના આધારે 'ઈશાન ભારત અને આંદામાનમાં ટહુક્યા મોર', 'યુરોપયાત્રા', 'ચીનમાં ચોપ્પન દિવસ' એ તેમનાં પ્રવાસ પુસ્તકો છે. તેઓ સારા અનુવાદક પણ હતા. તેમણે મહાકવિ કાલિદાસના 'અભિજ્ઞાનશાકુન્તલમ્' અને ભવભૂતિના 'ઉત્તર રામચરિતમ્' ના ઉત્તમ અનુવાદ કર્યા હતા. આમ ગુજરાતી સાહિત્યનાં લગભગ બધાં જ પાસાં તેમની પ્રતિભાનો સ્પર્શ પામ્યાં છે. તેઓ ગાંધીયુગના શ્રેષ્ઠ સાહિત્યકાર હતા. તેમને અનેક પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે: 'ગંગોત્રી' માટે શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. 'નિશીથ' માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો. 'પ્રાચીના' માટે મહિડા પારિતોષિક અને નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો હતો. 'કવિની શ્રદ્ધા' માટે સાહિત્ય અકાદમી અને દિલ્હીનો પુરસ્કાર મળ્યો હતો. મરાઠી સાહિત્ય સંઘ સુવર્ણપદક અને સોવિયેત લેન્ડ નહેરુ એવોર્ડ મળ્યો હતો 1981 માં વિશ્વગુર્જરીનો એવોર્ડ પણ મળ્યો હતો. તેઓ 1970 થી 1976 સુધી રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાના નિયુક્ત સભ્ય હતા. 19 ડિસેમ્બર, 1988 ના રોજ તેમનું અવસાન થયું હતું.

20th July

Read more
ઉમાશંકર જોશી જન્મજયંતી
20th July
“વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી, માથે ધરું ધૂળ વસુંધરાની!” આ આહલેક જગાડનાર કવિ અને સાચા અર્થમાં ગુજરાતના સાહિત્ય વારસાને સમૃદ્ધ બનાવનાર ઉમાશંકર જોશી નો જન્મ 21 જુલાઈ, 1911 ના રોજ ગુજરાતના સાબરકાંઠા (હાલના અરવલ્લી) જિલ્લાના ભીલોડા તાલુકાના બામણા ગામે થયો હતો. તેમની માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ હતું. તેઓએ ગુજરાતી સાહિત્યમાં કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, અનુવાદક, વિવેચક તરીકે કામ કરીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે.
ઉમાશંકર જોશીને ઇડરમાં માધ્યમિક શિક્ષણ દરમિયાન પન્નાલાલ પટેલ ના સહાધ્યાયી...
Read more
આંતરરાષ્ટ્રીય ચેસ દિન
આંતરરાષ્ટ્રીય ચેસ દિન

ચેસની રમત વધુ ને વધુ લોકપ્રિય બને અને તેમાંથી લોકો મનોરંજન મેળવી શકે એ માટે 20 જુલાઈ ના દિવસને આંતરરાષ્ટ્રીય ચેસ દિન તરીકે ઊજવવામાં આવે છે. 20 જુલાઈ, 1924 ના રોજ ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનની સ્થાપના થઈ હતી. આથી યુનેસ્કો દ્વારા 20 જુલાઈને આંતરરાષ્ટ્રીય ચેસ દિન તરીકે ઊજવવાનું સૂચન કરવામાં આવેલ. ત્યાર બાદ 1966 માં 20 જુલાઈને પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ચેસ દિન તરીકે ઊજવવાની શરૂઆત થઇ હતી. ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનમાં મોટાભાગના દેશોનું પ્રતિનિધિત્વ છે. આ દિવસે વિશ્વભરમાં ચેસ સ્પર્ધાનું આયોજન થાય છે. 12 ડિસેમ્બર, 2019ના રોજ યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ સર્વાનુમતે આ દિવસને માન્યતા આપતો ઠરાવ મંજૂર કર્યો હતો. ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન દ્વારા આ દિવસની ઉજવણી કરવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. ભારતમાં ચેસને ચતુરંગ અને શતરંજ ના નામથી પણ ઓળખવામાં આવે છે. ભારતમાં પ્રાચીન સમયથી આ રમત રમાતી આવી છે. શરૂઆતમાં આ રમત રાજવીઓની રમત ગણાતી કારણ કે રમતના મોહરાઓમાં રાજા-રાણી, હાથી, ઘોડા અને સૈનિકોનો સમાવેશ થતો હતો. ચેસ એ બે ખેલાડીઓ વચ્ચે રમાતી બૌદ્ધિક રમત છે. આ રમત માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ સારી ગણવામાં આવે છે. તે સ્મરણશક્તિને સતેજ કરે છે. આ દિવસે વધુને વધુ બાળકો, વ્યક્તિઓ ચેસ રમીને મનોરંજન મેળવે તેવું આયોજન કરવામાં આવે છે. ચેસને તંદુરસ્ત મગજની રમતોની શ્રેણીમાં રાખવામાં આવી છે. ચેસ રમવાથી મગજની ક્ષમતા વધે છે. વિશ્વનાથન આનંદ એક ભારતીય ચેસ ગ્રાન્ડ માસ્ટર છે, જેઓ પાંચ વખત વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યા હતા. વિશ્વનાથન આનંદે ચેસની રમતમાં સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. હાલમાં ચૅન્નઇના આર. પ્રજ્ઞાનંદ, તેમની બહેન વૈશાલી, ગુકેશ, વિદિત ગુજરાથી વિશ્વ સ્તરે યોજાતી ચેસની વિવિધ સ્પર્ધાઓમાં વિજય મેળવી ભારતનું નામ રોશન કરી રહ્યા છે.

20th July

Read more
આંતરરાષ્ટ્રીય ચેસ દિન
20th July
ચેસની રમત વધુ ને વધુ લોકપ્રિય બને અને તેમાંથી લોકો મનોરંજન મેળવી શકે એ માટે 20 જુલાઈ ના દિવસને આંતરરાષ્ટ્રીય ચેસ દિન તરીકે ઊજવવામાં આવે છે.
20 જુલાઈ, 1924 ના રોજ ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનની સ્થાપના થઈ હતી. આથી યુનેસ્કો દ્વારા 20 જુલાઈને આંતરરાષ્ટ્રીય ચેસ દિન તરીકે ઊજવવાનું સૂચન કરવામાં આવેલ. ત્યાર બાદ 1966 માં 20 જુલાઈને પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ચેસ દિન તરીકે ઊજવવાની શરૂઆત થઇ હતી. ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનમાં મોટાભાગના દેશોનું પ્રતિનિધિત્વ છે. આ દિવસે વિશ્વભરમાં ચેસ સ્પર્ધાનું આયોજન થાય છે....
Read more
રાષ્ટ્રીય કેરી દિન
રાષ્ટ્રીય કેરી દિન

કેરી એ ભારતનું રાષ્ટ્રીય ફળ છે અને કેરીના ચાહકો માટે મહત્ત્વની વાત એ છે કે દર વર્ષે 22 જુલાઇ એ દેશમાં રાષ્ટ્રીય કેરી દિન મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય કેરી દિનની ઉજવણીનો હેતુ લોકોને કેરીની સંસ્કૃતિ, સ્વાદ અને પોષણ વિશે માહિતગાર કરવાનો છે.ભારતીયોનું લોકપ્રિય ફળ એટલે કેરી. ભારતમાં કેરી વિના ઉનાળાની કલ્પના કરવી અશક્ય છે. ઉનાળો આવતાં જ કેરી ખાવાની ઈચ્છા થવા લાગે છે. ઉનાળામાં આપણા આહારમાં કેરી સૌથી મહત્ત્વની અને પસંદગીની વસ્તુ છે. કેરી કાચી હોય કે પાકી તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરવામાં આવે છે. કાચી કેરીનું કચુંબર, ચટણી, અથાણું કે શરબત વગેરે બનાવવામાં આવે છે તો પાકી કેરીમાંથી રસ, મેંગો શેક, આઇસ્ક્રીમ, કેક, લસ્સી વગેરે અનેક વાનગીઓ બનાવવામાં આવે છે. તો વળી કેરીની ગોટલીનો મુખવાસ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. કેરી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ છે તેટલી શરીર માટે ગુણકારી પણ છે. આમ ભારતમાં કેરી મન મૂકીને ખાવામાં આવે છે. ઉનાળાની સીઝનમાં કેરી આપણા પ્રિય ફળોની યાદીમાં ટોચ પર રહે છે. કેરીની લોકપ્રિયતાને કારણે તેને ફળોનો રાજા કહેવામાં આવે છે.  ભારતમાં લગભગ 5000 વર્ષથી કેરીની ખેતી કરવામાં આવે છે. રામાયણ અને મહાભારતમાં આંબાના બગીચાનો ઉલ્લેખ છે. આમ્રપાલ, આમ્રપૂરી જેવા શબ્દોનો ઉલ્લેખ સંસ્કૃત સાહિત્યમાં જોવા મળે છે. ભારતમાં સૌ પ્રથમ કેરી ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં ઉગાડવામાં આવી હતી. શરૂઆતના સમયમાં દક્ષિણ ભારતમાં કેરીને ‘માંગા’ અને ‘આમકાયા’ કહેવામાં આવતી હતી. એવું કહેવાય છે કે વર્ષ 1498 માં જ્યારે પોર્ટુગીઝ વેપારીઓ મસાલાના વેપાર માટે ભારતના કેરળમાં આવ્યા હતા, ત્યારે તેઓ કેરીને ‘માંગા' તરીકે સંબોધતા હતા. ધીમે ધીમે માંગા શબ્દ જ મેંગોમાં પરિવર્તિત થયો. સમય સાથે કેરી તરીકે તેની લોકપ્રિયતા વધવા લાગી. 14મી સદી ની આસપાસ આફ્રિકા માં તેનું વાવેતર શરૂ થયું. 16મી સદી ની આસપાસ કેરી ફિલિપાઇન્સ માં પહોંચી અને અહીં કેરીનાં વૃક્ષો વાવવામાં આવ્યાં. 18મી સદી ની આસપાસમાં કેરી મેક્સિકો માં લોકોની પસંદગી બની ગઈ. આજે કેરી સમગ્ર વિશ્વમાં એક પ્રિય ફળ બની ગઈ છે. લોકો તેને ભેટ તરીકે એકબીજાને આપે છે. આજે વિશ્વમાં કેરીની 1500થી વધુ જાતો છે. ભારતમાં 25 મિલિયન ટન કેરીનું ઉત્પાદન થાય છે. કેરળ ના કન્નુર જિલ્લાના કન્નપુરમ ને સ્વદેશી કેરી હેરિટેજ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં કેરીની 200 જાતો ઉગાડવામાં આવી છે. કેરી ભારત ઉપરાંત, પાકિસ્તાન અને ફિલિપાઈન્સનું રાષ્ટ્રીય ફળ છે. ભારતમાં લગભગ દરેક રાજ્યમાં અનેક પ્રકારની કેરી જોવા મળે છે. કેસર, હાફુસ, લંગડો, રાજાપૂરી, તોતાપૂરી, દશેરી, પાયરી, સરદાર, નીલમ, આમ્રપાલી, નિલ્ફાન્સો, રત્ના, બદામ વગેરે જેવી કેરીની જાત ભારતમાં જોવા મળે છે. ગુજરાતમાં પણ દરેક જિલ્લામાં વધતાં ઓછાં પ્રમાણમાં કેરી થાય છે. તેમાં જૂનાગઢ, વલસાડ કચ્છ વગેરેની કેસર કેરી ખૂબ પ્રખ્યાત છે. દેશ વિદેશમાં કેસર કેરીની ખૂબ માંગ રહેતી હોવાથી તેની નિકાસ પણ કરવામાં આવે છે.

22nd July

Read more
રાષ્ટ્રીય કેરી દિન
22nd July
કેરી એ ભારતનું રાષ્ટ્રીય ફળ છે અને કેરીના ચાહકો માટે મહત્ત્વની વાત એ છે કે દર વર્ષે 22 જુલાઇ એ દેશમાં રાષ્ટ્રીય કેરી દિન મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય કેરી દિનની ઉજવણીનો હેતુ લોકોને કેરીની સંસ્કૃતિ, સ્વાદ અને પોષણ વિશે માહિતગાર કરવાનો છે.

ભારતીયોનું લોકપ્રિય ફળ એટલે કેરી. ભારતમાં કેરી વિના ઉનાળાની કલ્પના કરવી અશક્ય છે. ઉનાળો આવતાં જ કેરી ખાવાની ઈચ્છા થવા લાગે છે. ઉનાળામાં આપણા આહારમાં કેરી સૌથી મહત્ત્વની અને પસંદગીની વસ્તુ છે. કેરી કાચી હોય કે પાકી તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરવામાં આવે છે. કાચી કેરીનું કચુંબર,...
Read more
લોકમાન્ય ટિળક જન્મજયંતી
લોકમાન્ય ટિળક જન્મજયંતી

“સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જંપીશ” આ સૂત્રની સિંહગર્જના કરનાર બાળ ગંગાધર ટિળક જેમને સૌ ભારતીયો 'લોકમાન્ય ટિળક' તરીકે ઓળખે છે. બાળ ગંગાધર ટિળકનો જન્મ 23 જુલાઈ, 1856 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગીરીના ચીખલી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું નામ 'કેશવ' રાખવામાં આવ્યું પણ લાડમાં સૌ તેમને 'બાળ' ના હુલામણા નામે બોલાવતા. આ નામ છેવટ સુધી તેમનું ખરું નામ બની રહ્યું. તેમના પિતાનું નામ ગંગાધર ટિળક હતું અને તેઓ રત્નાગીરીમાં સંસ્કૃતના પ્રખ્યાત શિક્ષક હતા. તેમની માતાનું નામ પાર્વતીબાઈ હતું. તેમના પિતાની બદલી થતાં તેમનો પરિવાર પૂણેમાં આવીને રહ્યો. ટિળક બાળપણથી જ ખૂબ તેજબુદ્ધિ અને પ્રતિભાવાન વિદ્યાર્થી હતા. ગણિત શરૂઆતથી જ તેમનો પસંદગીનો વિષય હતો. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ પૂણેની એંગ્લો વર્નાક્યુલર સ્કૂલમાં પ્રાપ્ત કર્યુ. તેઓ નાના હતા ત્યારે જ તેમનાં માતા-પિતાનું અવસાન થઈ ગયું. તેનાથી તેઓ નિરાશ થયા વિના જીવનમાં આગળ વધતા રહ્યા. તેઓને નાનપણથી જ વાચન અને લેખનનો શોખ હતો. તેમણે 1877 માં પૂણેની ડેક્કન કોલેજ માંથી ગણિતમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. 1879 માં તેઓ સરકારી લૉ કોલેજમાંથી L.L.B. થયા હતા. યુવાનોને રાષ્ટ્રવાદી સિદ્ધાંતો આપવા માટે 1884 માં ડેક્કન એજ્યુકેશન સોસાયટી ની સ્થાપના કરી હતી. જેનો ઉદ્દેશ ભારતીય યુવા પેઢી માટે શિક્ષણની ગુણવત્તા વધારવાનો અને ભારતીય પરંપરાને આધારે રાષ્ટ્રવાદી વિચારસરણીનો વિકાસ કરવાનો હતો. 1881 માં ભારતીય સંઘર્ષોથી લોકોને પરિચિત કરાવવા માટે, લોકોમાં સ્વશાસનની ભાવના જાગૃત કરવા માટે અને પોતાના હક્કોની લડાઈ લડવાની ભાવના વિકસિત કરવાના ઉદ્દેશથી લોકમાન્ય ટિળકે બે સાપ્તાહિક પત્રિકા 'કેસરી' અને 'મરાઠા'ની શરૂઆત કરી. આ બંને સામાયિકોએ સામાન્ય જનસમૂહને લડતમાં ભાગીદાર બનાવવાના હેતુથી અભિયાન ચલાવવાનું શરૂ કર્યું.લોકમાન્ય ટિળકે જનજાગૃતિ માટે મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ અને શિવાજી ઉત્સવ ઊજવવાનું શરૂ કર્યું. આ તહેવારના માધ્યમથી જનતામાં દેશપ્રેમ અને અંગ્રેજોના અન્યાયનો વિરોધ કરવાનું સાહસ પ્રગટ્યું. ભારતના આ વીર સ્વતંત્રતા સેનાનીએ બંગાળના ભાગલા દરમિયાન સ્વદેશી આંદોલન અને બ્રિટીશ વસ્તુઓના બહિષ્કારનું પૂર્ણ સમર્થન કર્યું હતું. કોંગ્રેસ પાર્ટી અને લોકમાન્ય ટિળકની વિચારધારામાં અંતર હોવાથી તેઓ કોંગ્રેસના જહાલવાદી (ગરમપંથી) નેતા તરીકે ઓળખાવા લાગ્યા. આ દરમિયાન તેમને બંગાળના રાષ્ટ્રવાદી બિપીનચંદ્ર પાલ અને પંજાબના લાલા લજપતરાય નું સમર્થન પ્રાપ્ત થયું. ત્યાર બાદ આ ત્રણેયની ત્રિપુટી લાલ, બાલ અને પાલ તરીકે મશહૂર થઈ ગઈ.   લોકમાન્ય ટિળકે સમાજમાં ફેલાયેલા જાતિપ્રથા અને બાળવિવાહ જેવા કુરિવાજો સામે અવાજ ઉઠાવ્યો અને મહિલાઓના શિક્ષણ તેમજ વિકાસ પર ભાર આપ્યો. આમ એક સમાજ સુધારક તરીકે પણ તેમણે કામ કર્યું. તેમના દ્વારા લખાયેલ મુખ્ય પુસ્તક 'ધ આર્કટિક હોમ ઇન વેદાસ' અને ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા રહસ્ય’ છે. 1 ઓગસ્ટ, 1920 ના રોજ લોકલાડીલા નેતાએ વિદાય લીધી. તેમના મૃત્યુથી ભારતભરમાં અત્યંત શોકની લાગણી ફેલાઈ ગઈ. ભારત દેશે વીર સપૂત અને આઝાદીનો લડવૈયો ગુમાવ્યો. ગાંધીજીએ તેમને “આધુનિક ભારતના નિર્માતા” કહ્યા હતા.

23rd July

Read more
લોકમાન્ય ટિળક જન્મજયંતી
23rd July
“સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જંપીશ” આ સૂત્રની સિંહગર્જના કરનાર બાળ ગંગાધર ટિળક જેમને સૌ ભારતીયો 'લોકમાન્ય ટિળક' તરીકે ઓળખે છે. બાળ ગંગાધર ટિળકનો જન્મ 23 જુલાઈ, 1856 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગીરીના ચીખલી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું નામ 'કેશવ' રાખવામાં આવ્યું પણ લાડમાં સૌ તેમને 'બાળ' ના હુલામણા નામે બોલાવતા. આ નામ છેવટ સુધી તેમનું ખરું નામ બની રહ્યું.
તેમના પિતાનું નામ ગંગાધર ટિળક હતું અને...
Read more
કારગીલ વિજય દિન
કારગીલ વિજય દિન

1999 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મે થી જુલાઈ મહિના સુધી આશરે 60 દિવસ જમ્મુ કશ્મીરના કારગીલ વિસ્તારમાં યુદ્ધ થયું હતું. જેમાં ભારતનો વિજય થયો હતો. 26 જુલાઇ એ ભારતના પાકિસ્તાન સાથેના કારગીલ યુદ્ધમાં મળેલ વિજયની યાદમાં કારગીલ વિજય દિન ઊજવવામાં આવે છે. 1999માં ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એ કારગીલ વિજય પછી આ દિવસને કારગીલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો. કારગીલ વિજય દિને કારગીલ યુદ્ધના નાયકોનું સન્માન કરવામાં આવે છે તથા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે. આ દિવસ સમગ્ર ભારતમાં મનાવવામાં આવે છે. નવી દિલ્હીમાં ભારતના વડાપ્રધાન દર વર્ષે ઇન્ડિયા ગેટ નજીક અમર જવાન જ્યોતિ ખાતે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપે છે. The War Memorial ખાતે ફ્લેગ ઓફ સેરેમની માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દ્રાસ સેક્ટર (જમ્મુ કશ્મીર) ખાતે પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કારગીલની ભૌગોલિક સ્થિતિ એવી છે કે દુશ્મનો ગોળી પણ બારૂદના ગોળા સમાન સાબિત થાય છે. હિમાલયની દુર્ગમ પર્વતમાળામાં બે પર્વતો વચ્ચે 4000-5000 ફૂટ ઊંડી ખીણ અને સીધાં ચઢાણો, બરફના ખડકોમાંથી વહેતી હિમનદીઓ, 100 કીમી. ઝડપે સતત ફૂંકાતા પવનો, અલ્પ પ્રમાણમાં મળતો પ્રાણવાયુ અને હવાનું ઓછું દબાણ આ બધી વિકટ પરિસ્થિતિઓમાં જવાનોની આકરી કસોટી થાય છે. આ વિષમ ઉષ્ણતામાનમાં જવાનોએ પોતાની સાથે 20 કિલો જેટલો સામાન ઊંચકવાનો હોય છે. આવી પરિસ્થિતિમાં કારગીલ ક્ષેત્રમાં પાકિસ્તાન સાથે પૂરજોશમાં યુદ્ધ છેડાયું. પાકિસ્તાને પોતાના નિર્ણાયક સ્થળોએ પાકિસ્તાની આર્મી મૂકીને ભારતીય નિયંત્રણવાળા વિસ્તારોમાં વિવિધ વ્યૂહાત્મક બિંદુઓ પર કબજો કર્યો. આ પરિસ્થિતિમાં યુદ્ધની વ્યૂહરચના પણ કુદરતી સંજોગો પ્રમાણે બદલાતી રહે છે. ભારતીય સૈન્યે વળતો મુકાબલો કરીને પાકિસ્તાની ઘૂસણખોરોને પીછેહઠ કરવાની ફરજ પાડી હતી. ભારતે યુદ્ધના બીજા તબક્કામાં વ્યૂહાત્મક પરિવહન માર્ગો કબજે કરીને જવાબ આપ્યો અને પછી ભારતીય વાયુસેનાની મદદથી અંતિમ તબક્કામાં યુદ્ધ સમાપ્ત કર્યું. યુદ્ધમોરચે ગુજરાતના 12 નવલોહિયા જવાનો એ દેશની રક્ષા કાજે ફનાગીરી વહોરી લીધી હતી. ગુજરાતના વીર નરબંકાઓના પાર્થિવ દેહ આવી રહ્યા હતા ત્યારે તેમની કુરબાની, ગૌરવગાથાથી જનસામાન્યનો જુસ્સો વધી રહ્યો હતો. કારગીલ વિજયમાં ગુજરાતના સૈનિકોનું મહત્ત્વનું યોગદાન હતું. ધન્ય છે વીર જવાનોને. આમ તો લશ્કરની ત્રણેય પાંખમાં ગુજરાતના યુવાનો સૈનિક અને અફસરો તરીકે જોડાયેલા છે. ઘણા ઓછાં લોકોને ખબર હશે કે ગ્રેનેડિયર્સ રેજિમેન્ટની સાતમી પલટન ગુજરાતી છે. 26 જુલાઈ, 1999 ના રોજ કારગીલમાં ભારતને વિજય મળતાં પાકિસ્તાન ધોબીપછાડ ખાઇ ભાગી રહ્યું હતું. ભારતીય જવાનોએ દુર્ગમ વિસ્તાર અને વિકટ પરિસ્થિતિઓમાં પણ વિજય મેળવ્યો. ભારતને વિજય અપાવનાર તમામ જવાંમર્દોને શત શત નમન.

26th July

Read more
કારગીલ વિજય દિન
26th July
1999 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મે થી જુલાઈ મહિના સુધી આશરે 60 દિવસ જમ્મુ કશ્મીરના કારગીલ વિસ્તારમાં યુદ્ધ થયું હતું. જેમાં ભારતનો વિજય થયો હતો.
26 જુલાઇ એ ભારતના પાકિસ્તાન સાથેના કારગીલ યુદ્ધમાં મળેલ વિજયની યાદમાં કારગીલ વિજય દિન ઊજવવામાં આવે છે. 1999માં ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એ કારગીલ વિજય પછી આ દિવસને કારગીલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો.
કારગીલ વિજય દિને કારગીલ યુદ્ધના નાયકોનું સન્માન કરવામાં આવે છે તથા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં...
Read more
વિશ્વ હિપેટાઇટિસ દિન
વિશ્વ હિપેટાઇટિસ દિન

વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.0.) દ્વારા દર વર્ષે 28 જુલાઈ ના દિવસે વિશ્વ હિપેટાઇટિસ દિન ની ઉજવણી કરવામાં આવે છે. W.H.O. દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધી વિશ્વભરમાં લગભગ 32 કરોડ 50 લાખ લોકો હિપેટાઇટિસના શિકાર બન્યા છે.   વિશ્વ હિપેટાઇટિસ દિનની ઉજવણી માટે 28 જુલાઈની તારીખ પસંદ કરવામાં આવી હતી કારણ કે 28 જુલાઈ નૉબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક ડૉ. બરુચ બ્લુમબર્ગ નો જન્મદિવસ છે. તેમણે હેપેટાઇટિસ B વાયરસ (HBV)ની શોધ કરી હતી તેમજ વાયરસના નિદાન, પરીક્ષણ અને તેના ઉપચાર માટેની રસી વિકસાવી હતી. આ દિવસ દર વર્ષે વિવિધ થીમ પર ઊજવવામાં આવે છે.   વિશ્વભરમાં વિશ્વ હિપેટાઇટિસ દિવસ મનાવવાનો મુખ્ય હેતુ આ બીમારી વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. આ રોગના નિવારણ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રયાસોને વેગ આપવો, વિવિધ સંસ્થાઓની ભાગીદારી દ્વારા નિદાન, પરીક્ષણ અને રસી જેવી પ્રક્રિયાઓ અને આંતરરાષ્ટ્રીય જોડાણને પ્રોત્સાહિત કરવા જેવા હેતુઓ પણ આ દિવસની ઉજવણીના કેન્દ્ર સ્થાને રહેલાં છે. WHOએ વિશ્વમાંથી 2030 સુધીમાં હેપેટાઇટિસ નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખેલ છે.   હિપેટાઇટિસ એક એવું ઇન્ફેક્શન છે જે શરીરના યકૃત (લીવર)ને અસર કરે છે. લીવર વ્યક્તિના શરીરમાં રહેલું સૌથી અગત્યનું અંગ છે. લીવર શરીરની અલગ-અલગ ક્રિયાઓમાં મદદ કરે છે જેમ કે જમવાનું પચાવવામાં, શક્તિ જમા કરવામાં અને શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર કાઢી શરીરને બિન ઝેરી કરવામાં વગેરે. હિપેટાઇટિસ થવાથી લીવરમાં સોજો આવે છે જેના કારણે લીવર ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થવા લાગે છે.   ભારત સરકારે 28 જુલાઈ, 2018 ના રોજ રાષ્ટ્રીય વાઈરલ હિપેટાઇટિસ નિયંત્રણ કાર્યક્રમ (National Viral Hepatitis Control Program) શરૂ કર્યો હતો. હિપેટાઇટિસના પાંચ પ્રકાર : A, B, C, D અને E આ પાંચ પ્રકાર પૈકી હિપેટાઇટિસ A અને E દૂષિત ભોજન અથવા પાણીના કારણે થાય છે. હિપેટાઇટિસ B, C અને D વ્યક્તિના શરીરના તરલ પદાર્થો જેવાં કે લોહી, લાળ વગેરે (બોડી ફ્લુઇડ્સ)ના સીધા સંપર્કમાં આવવાથી થાય છે. હિપેટાઇટિસના ઉપરના પાંચ પ્રકારમાંથી હિપેટાઇટિસ C સૌથી વધારે જોખમી અને જીવલેણ માનવામાં આવે છે. હિપેટાઇટિસ C થી પીડિત વ્યક્તિ નેત્રદાન કરી શકતી નથી.

28th July

Read more
વિશ્વ હિપેટાઇટિસ દિન
28th July
વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.0.) દ્વારા દર વર્ષે 28 જુલાઈ ના દિવસે વિશ્વ હિપેટાઇટિસ દિન ની ઉજવણી કરવામાં આવે છે. W.H.O. દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધી વિશ્વભરમાં લગભગ 32 કરોડ 50 લાખ લોકો હિપેટાઇટિસના શિકાર બન્યા છે.   વિશ્વ હિપેટાઇટિસ દિનની ઉજવણી માટે 28 જુલાઈની તારીખ પસંદ કરવામાં આવી હતી કારણ કે 28 જુલાઈ નૉબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક ડૉ. બરુચ બ્લુમબર્ગ નો જન્મદિવસ છે. તેમણે હેપેટાઇટિસ B વાયરસ (HBV)ની શોધ કરી હતી...
Read more
આંતરરાષ્ટ્રીય વાઘ દિન
આંતરરાષ્ટ્રીય વાઘ દિન

દર વર્ષે આંતરરાષ્ટ્રીય વાઘ દિન ની ઉજવણી 29 જુલાઈ ના રોજ કરવામાં આવે છે. વર્તમાન સમયમાં વિકાસની આંધળી દોટમાં માણસ એટલો સ્વાર્થી બની ગયો છે કે તેણે પ્રકૃતિને નુકશાન પહોંચાડીને પોતાના જ અસ્તિત્વ માટે ખતરો ઊભો કર્યો છે. માણસે જંગલોનું નિકંદન કાઢી વન્યજીવોને પણ ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે. જેને પરિણામે કેટલાક વન્યજીવોની પ્રજાતિ લુપ્ત થવાને આરે છે. આમાંની એક પ્રજાતિ વાઘ છે. વાઘના રહેઠાણ વિસ્તારમાં ઘટાડો, શિકારનો ભોગ તથા અંગોનો ગેરકાયદેસર વેપાર જેવાં પરિબળોને લીધે આજે વાઘની સંખ્યામાં દિન પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. હાલ વાઘની પ્રજાતિ લુપ્ત થવાની નજીક હોવાથી વાઘ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય વાઘ દિન ઊજવવામાં આવે છે. 2010 માં રુશના બર્ગ શહેર માં એક સંમેલનનું આયોજન થયું હતું. જેમાં વાઘ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે 29 જુલાઈ આંતરરાષ્ટ્રીય વાઘ દિન તરીકે ઊજવાય છે. એ દિવસે વાઘ દિવસ ઊજવવાનું નક્કી કરતી વખતે દેશોએ વાઘની સંખ્યા બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. વાઘ પરિયોજના (PROJECT TIGER): ભારતમાં વાઘની સંખ્યા વીસમી સદીની શરૂઆતમાં 40000 જેટલી હતી. માનવીના વસતી વધારા સાથે વન્યજીવોના રહેઠાણમાં થતા નોંધપાત્ર ઘટાડા અને તેમના વધુ પડતા શિકારના પરિણામે તેમની સંખ્યા ઘટીને 1972 માં 1800 થઈ ગઇ હતી. તેથી વાઘને નષ્ટ થતા અટકાવવા ભારત સરકારે 1973 માં વાધ પરિયોજના (Project Tiger) શરૂ કરી. એ યોજના હેઠળ વાઘની વસતીવાળા વિસ્તારમાં થતી માનવીની શિકારની પ્રવૃત્તિઓ અટકાવવામાં આવી અને તેમનાં નિવાસસ્થાનોને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. આમ તો ભારત સરકારે વાધના શિકાર પર સાવ પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ વાઘની ચામડી, તેના નખ, માંસ, યકૃત અને હાડકાંની પરદેશમાં ઘણી માંગ હોઈ કેટલીક વ્યક્તિઓ તેનો લાભ ઉઠાવવા લલચાઈને વાઘનો શિકાર કરી તેના વિવિધ ભાગોનો છુપી રીતે વેપાર કરતા હોય છે. જોકે ભારત સરકારનું Department of Environment and Forest આ બાબત પ્રત્યે સજાગ છે અને તેઓ આ ગેરકૃત્યોને રોકવા માટે હંમેશાં પ્રયત્નશીલ હોય છે. પશ્ચિમ બંગાળનો વાઘ રોયલ બેંગોલ ટાઇગર એ વિશ્વની વાધની 8 જાતિઓમાંની એક જાતિ છે. National Tiger Conservation Authority (NCTA) દ્વારા દર 4 વર્ષે વાઘની ગણતરી કરવામાં આવે છે. વાઈલ્ડલાઈફ (પ્રોટેક્શન) એક્ટ, 1972ની કલમ 38 એલ(1) હેઠળ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ની રચના કરવામાં આવી છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીની વેબસાઇટ પર ભારતમાં આવેલા 55 ટાઈગર રીઝર્વ ની યાદી આપવામાં આવેલી છે. જેમાં આંધ્રપ્રદેશમાં આવેલ નાગાર્જુન સાગર વિસ્તારની દૃષ્ટિએ (કુલ ક્ષેત્રફળ આશરે 3294 ચોરસ કિમી.) સૌથી મોટું ટાઈગર રીઝર્વ છે.

29th July

Read more
આંતરરાષ્ટ્રીય વાઘ દિન
29th July
દર વર્ષે આંતરરાષ્ટ્રીય વાઘ દિન ની ઉજવણી 29 જુલાઈ ના રોજ કરવામાં આવે છે. વર્તમાન સમયમાં વિકાસની આંધળી દોટમાં માણસ એટલો સ્વાર્થી બની ગયો છે કે તેણે પ્રકૃતિને નુકશાન પહોંચાડીને પોતાના જ અસ્તિત્વ માટે ખતરો ઊભો કર્યો છે. માણસે જંગલોનું નિકંદન કાઢી વન્યજીવોને પણ ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે. જેને પરિણામે કેટલાક વન્યજીવોની પ્રજાતિ લુપ્ત થવાને આરે છે. આમાંની એક પ્રજાતિ વાઘ છે. વાઘના રહેઠાણ વિસ્તારમાં ઘટાડો, શિકારનો ભોગ તથા અંગોનો ગેરકાયદેસર વેપાર જેવાં પરિબળોને લીધે આજે વાઘની સંખ્યામાં દિન પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે.
હાલ વાઘની પ્રજાતિ લુપ્ત થવાની નજીક હોવાથી...
Read more