રમણલાલ પટેલને મજૂર મહાજનના પ્રમુખપદેથી ઉતારી મૂકવામાં આવ્યા
રમણલાલ પટેલને મજૂર મહાજનના પ્રમુખપદેથી ઉતારી મૂકવામાં આવ્યા
Published on: 13th May, 2026

મજૂર મહાજનમાં પ્રધાનમંત્રી તરીકે સેવા આપી રહેલા અમર બારોટને ચૂંટણી ન થાય ત્યાં સુધી નવા પ્રમુખ બનાવવાનો નિર્ણય (પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવારકામદારોના હિતનું રખોપું કરવા માટે મહાત્મા ગાંધીએ સ્થાપેલી સંસ્થા મજૂરમહાજનના પ્રમુખપદેથી વર્તમાન પ્રમુખ રમણલાલ પટેલને આજે કારોબારીએ ઉતારી મૂક્યા છે.  મજૂર મહાજનના ચેરમેન હોવા છતાંય દિવસના એક કલાક પણ રમણલાલ પટેલ આપતા ન હોવાથી કારોબારીના સભ્યો નારાજ હતા. તેમ જ મજૂરોના હિતના કામ છોડીને મિલમાલિકોને સાચવવાની માનસિકતા ધરાવતા હોવાથી પણ ચૂંટાયલા કે ન ચૂંયાટેલા સભ્યોની નારાજગી હતી.