જુનાડીસા ગામમાં વીજળી સમસ્યાથી ખેડૂતોમાં રોષ, તંત્ર સામે આક્રોશ.
જુનાડીસા ગામમાં વીજળી સમસ્યાથી ખેડૂતોમાં રોષ, તંત્ર સામે આક્રોશ.
Published on: 12th May, 2026

જુનાડીસા ગામના ખેડૂતો ઉનાળુ પાક માટે વીજળીના ધાંધિયાથી પરેશાન છે. અપૂરતા વોલ્ટેજ અને વારંવાર વીજ પુરવઠો ટ્રીપ થવાથી પાકને સમયસર પિયત મળી શકતું નથી. આ કારણે પાક મુરઝાવા લાગ્યા છે. લો વોલ્ટેજથી મોટરો બળી જવાનો ભય છે. ખેડૂતોએ તાત્કાલિક નિયમિત વીજ પુરવઠો માંગ્યો છે, નહીંતર ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે.