મેસ્વો નદીમાં પાણી છોડવા ખેડૂતોની માગણી.
મેસ્વો નદીમાં પાણી છોડવા ખેડૂતોની માગણી.
Published on: 11th May, 2026

અરવલ્લીના શામળાજી તાલુકામાં મેસ્વો જળાશયમાંથી મેસ્વો નદીમાં પાણી છોડવા ગ્રામજનોની માગણી છે. કાળઝાળ ઉનાળામાં નદી સુકાઈ જતાં ખેડૂતોના બોર-કુવાઓ પણ ખાલી થઈ રહ્યા છે, જેના કારણે પશુઓ અને ખેતીવાડી માટે પાણીની ભારે અછત વર્તાઈ રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, જો જળાશયમાંથી પાણી છોડવામાં આવે તો બોર-કુવા રિચાર્જ થશે, સિંચાઈની સુવિધા મળશે અને પશુ-પક્ષીઓ તથા લોકોને પીવાના પાણીની સમસ્યા પણ હલ થશે.