ધ્રાંગધ્રાના રાજસીતાપુરની માસૂમ સ્કૂલના બાળકનું મોત
ધ્રાંગધ્રાના રાજસીતાપુરની માસૂમ સ્કૂલના બાળકનું મોત
Published on: 31st July, 2026

રાજસીતાપુરની માસુમ સ્કૂલના યુ.કે.જી.ના વિદ્યાર્થી દિવ્યરાજસિંહના અકસ્માતે મૃત્યુ બાદ શાળાને કારણદર્શક નોટિસ ફટકારાઈ છે. RTO વિભાગને બસના PUC અને ફિટનેસ સર્ટિ. સહિતના ડોક્યુમેન્ટ તપાસવા જણાવાયું છે. શાળાની બસનું તળિયું તૂટી જતા બાળક રોડ પર પટકાયું હતું, જેમાં શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે. શાળા પાસે કેટલી બસ છે, GPS અને CCTV છે કે કેમ, તથા વીમા અંગેના આધાર રજૂ કરવા જણાવાયું છે. RTO રિપોર્ટ બાદ સમગ્ર વિગતો ગાંધીનગર મોકલવામાં આવશે.