જામનગરમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ અને રૂ. 9.95 લાખનો દંડ
જામનગરમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ અને રૂ. 9.95 લાખનો દંડ
Published on: 20th September, 2026

જામનગરમાં ચેક રિટર્નના એક કિસ્સામાં, અદાલતે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ આરોપીને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદ અને રૂ. 9,95,000નો દંડ ફટકાર્યો છે. જો દંડની રકમ ન ચૂકવાય તો ત્રણ માસની વધારાની સાદી કેદની સજા ભોગવવી પડશે. ટ્રકના ભાડા અને કિંમત પેટે રૂ. 9,95,000નો ચેક "સિગ્નેચર ડિફર"ના કારણે પરત ફર્યો હતો. કોર્ટે મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.