રાજકોટ વિશ્વાસઘાત કેસના નાસતા આરોપીને જામનગરથી LCB Police એ ઝડપી પાડ્યો
રાજકોટ વિશ્વાસઘાત કેસના નાસતા આરોપીને જામનગરથી LCB Police એ ઝડપી પાડ્યો
Published on: 20th September, 2026

જામનગર પોલીસે વિશ્વાસઘાતના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપી મીલન પ્રવિણભાઈ અગ્રાવતને ખીજડિયા ગામના પાટિયા પાસેથી ઝડપી પાડ્યો છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાના આરોપીને પકડવા માટે જામનગરના પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. ખાનગી બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી આરોપીને દબોચી લીધો. પૂછપરછ બાદ તેને આગળની કાર્યવાહી માટે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો.