સિક્કા નગરપાલિકામાં રૂ. 1000 ની લાંચ માંગવાના કેસમાં નિવૃત્ત ક્લાર્ક સહિત બે સામે ગુનો નોંધાયો
સિક્કા નગરપાલિકામાં રૂ. 1000 ની લાંચ માંગવાના કેસમાં નિવૃત્ત ક્લાર્ક સહિત બે સામે ગુનો નોંધાયો
Published on: 20th September, 2026

જામનગરના સિક્કા નગરપાલિકાની ટેક્સ શાખામાં મકાનના દસ્તાવેજમાં નામ ટ્રાન્સફર કરી એનઓસી આપવા માટે રૂ.1 હજારની લાંચ માંગવાના કેસમાં ACBએ નિવૃત્ત સિનિયર ક્લાર્ક કમ ટેક્સ ઇન્સ્પેક્ટર અને કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક સહિત બે સામે ગુનો દાખલ કર્યો છે. વર્ષ 2022 માં લાંચનું છટકું નિષ્ફળ ગયા બાદ ખુલ્લી તપાસના અંતે ગુનો નોંધાયો છે. બંને આરોપીઓએ અંગત લાભ માટે હોદ્દાનો દુરુપયોગ કરી ફરિયાદી પાસેથી લાંચની માંગણી કરી હોવાનું બહાર આવ્યું છે.