જામજોધપુર PI ચૌહાણની ક્રેટા કારે બે યુવકોનો ભોગ લીધો
જામજોધપુર PI ચૌહાણની ક્રેટા કારે બે યુવકોનો ભોગ લીધો
Published on: 24th July, 2026

જામજોધપુર પોલીસ સ્ટેશનના PI એન. બી. ચૌહાણની ખાનગી ક્રેટા કારની ટક્કરે બે યુવકોના કરુણ મોત નીપજ્યા છે. વસંતપૂર પાટિયા નજીક, મૃત બળદના શવને ટ્રેક્ટરમાં ચડાવવાની કામગીરી વખતે PI ચૌહાણની કારે લોકોને અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં રોનક ખાંટ અને લૂધા ગઢવી નામના યુવકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે રામદાસ ગોંડલીયા નામના વૃદ્ધ મહંત ઇજાગ્રસ્ત થયા હતા. PI ચૌહાણ પોતે ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.