પાટણના રાધનપુર સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
પાટણના રાધનપુર સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
Published on: 24th July, 2026

ગુજરાતમાં ચોમાસાની જમાવટ વચ્ચે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. માત્ર 10 કલાકમાં 250 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાત માટે રેડ એલર્ટ તથા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે Orange Alert જાહેર કર્યું છે. પાટણના રાધનપુરમાં સૌથી વધુ 9.25 ઈંચ વરસાદ ખાબક્યો છે. અનેક નદી-નાળા છલકાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. સરકારી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમ હાઈ એલર્ટ પર છે.