ગુજરાતમાં ભારે વરસાદ: CM ની હાજરીમાં ઉચ્ચ સ્તરીય બેઠક
ગુજરાતમાં ભારે વરસાદ: CM ની હાજરીમાં ઉચ્ચ સ્તરીય બેઠક
Published on: 24th July, 2026

ગુજરાતમાં અતિવૃષ્ટિ અને તેના પગલે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર અને અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ. રાહત કમિશનરના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં પાણી ઓસરવા લાગ્યા છે, પરંતુ 1100થી વધુ રસ્તાઓ બંધ છે. અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને SDRF અને આર્મીની ટીમો તૈનાત કરવામાં આવી છે.