અમદાવાદમાં મુખ્યમંત્રી ખુદ ગોઠણસમા પાણીમાં ઉતર્યા
અમદાવાદમાં મુખ્યમંત્રી ખુદ ગોઠણસમા પાણીમાં ઉતર્યા
Published on: 24th July, 2026

અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે ભારે વરસાદને કારણે બોપલ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્થળ પર પહોંચી અધિકારીઓ સાથે વરસાદી પાણીના નિકાલ, રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી જાતે પાણીમાં ઉતરી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને સ્થાનિક નાગરિકો સાથે સંવાદ કર્યો. તેમણે રાહત અને બચાવ કામગીરીને ઝડપી બનાવવા અધિકારીઓને સૂચના આપી. શહેરના અનેક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.