સુરતની ખાડીમાં લાઈવ રેસ્ક્યૂ ઓપરેશન!
સુરતની ખાડીમાં લાઈવ રેસ્ક્યૂ ઓપરેશન!
Published on: 24th July, 2026

સુરતના નાના વરાછા વિસ્તારમાં રવિ પાર્ક સોસાયટી પાસે એક બીમાર વ્યક્તિનો પગ લપસતાં તેઓ ખાડીમાં ખાબક્યા હતા. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ કાપોદ્રા ફાયર બ્રિગેડ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું હતું. ફાયર ટીમે સમયસર રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. ખાડીમાં પડવાને કારણે થયેલી ઈજાઓ બાદ, વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી.