એક દિવસના વરસાદમાં અમદાવાદની દયનીય સ્થિતિ
એક દિવસના વરસાદમાં અમદાવાદની દયનીય સ્થિતિ
Published on: 24th July, 2026

અમદાવાદમાં ધોધમાર વરસાદના કારણે શહેરભરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટના ટર્મિનલમાં પાણી ઘૂસી જતાં મુસાફરોને ભારે હાલાકી પડી છે. ગુજરાત યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં 1000 વિદ્યાર્થિનીઓ ફસાઈ ગઈ છે, જ્યાં મેસમાં પણ પાણી ભરાઈ ગયા છે. મકરબા વિસ્તારમાં ગટરના પાણી ઘૂસી જતા 1000 થી વધુ ઘરો ખાલી કરાવવા પડ્યા છે અને લોકોને શાળામાં આશરો લેવો પડ્યો છે. સ્ટેડિયમ પાસે ભૂવો પડતા 4 વાહનો ફસાયા હતા. બોપલ વિસ્તારમાં પણ ઈન્ડિયન આર્મી દ્વારા સોસાયટીના રહીશોનું રેસ્ક્યૂ કરાયું.