ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી
Published on: 24th July, 2026

ગુજરાતમાં મેઘતાંડવ યથાવત છે, જેમાં અમદાવાદ, વલસાડ, નવસારી જેવા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. 23 જુલાઈના રોજ 261 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સાંતલપુરમાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ થયો. હવામાન વિભાગે 30 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 25 જુલાઈ માટે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં રેડ એલર્ટ, જ્યારે અન્ય વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે. 26 અને 27 જુલાઈના રોજ પણ વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ યથાવત રહેશે.