અમદાવાદ–વિરમગામ રેલવે ટ્રેક પર પાણી ભરાતા અનેક ટ્રેનો રદ!
અમદાવાદ–વિરમગામ રેલવે ટ્રેક પર પાણી ભરાતા અનેક ટ્રેનો રદ!
Published on: 24th July, 2026

ગુજરાતમાં થયેલા ભારે વરસાદને કારણે અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-વિરમગામ રેલટ્રેક પર છારોડી અને વીરમગામ સ્ટેશનો વચ્ચે પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ કારણે અનેક ટ્રેનોના સંચાલન પર મોટી અસર પડી છે. પશ્ચિમ રેલવે દ્વારા કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોને આંશિક રીતે રદ કરાઈ છે. ઉપરાંત, અમુક ટ્રેનોનો માર્ગ પણ બદલવામાં આવ્યો છે. અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસના પ્રસ્થાન સમયમાં પણ ફેરફાર કરાયો છે. મુસાફરોને પોતાની ટ્રેનની સ્થિતિ ચકાસીને જ પ્રવાસ શરૂ કરવાની અપીલ કરાઈ છે.