ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ!
ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ!
Published on: 24th July, 2026

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે ઉત્તર અને પશ્ચિમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સૌથી વધુ 13 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જેના કારણે સર્વત્ર પાણી ભરાઈ ગયા છે. બનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તારોમાં પણ 8 ઇંચ સુધીનો ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગે કચ્છ, પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને મોરબી સહિત ઉત્તર ગુજરાતના ભાગો માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યો છે, જેમાં અત્યંત ભારે વરસાદ અને પૂરની શક્યતા છે. મધ્ય અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 'ઓરેન્જ એલર્ટ' છે. નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અને મુસાફરી ટાળવા અપીલ કરાઈ છે.