સુરતમાં ખાડીઓ ઊભરાતા વરસાદી પાણીના નિકાલમાં અવરોધ
સુરતમાં ખાડીઓ ઊભરાતા વરસાદી પાણીના નિકાલમાં અવરોધ
Published on: 24th July, 2026

સુરતમાં સતત બીજા દિવસે પણ ખાડી પૂરની સ્થિતિ યથાવત રહી છે. મીઠી ખાડીની સપાટી 9 મીટરે પહોંચતા ડેન્જર લેવલની નજીક આવી છે. ઊંચા જળસ્તરના કારણે શહેરમાંથી વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે. સારોલી સહિત નીચાણવાળા વિસ્તારોમાં 5-6 ફૂટ પાણી ભરાયા છે. સારોલી પોલીસ સ્ટેશન અને આરોગ્ય કેન્દ્ર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક વાહનો ડૂબી ગયા છે, રસ્તાઓ જળબંબાકાર બન્યા છે. સુરત મહાનગરપાલિકા અને નાગરિકોની ચિંતા વધી છે, તંત્ર હાઈ એલર્ટ પર છે.