દિલ્હીના આખા વર્ષ જેટલો વરસાદ ઉમરગામમાં માત્ર 24 કલાકમાં ખાબક્યો!
દિલ્હીના આખા વર્ષ જેટલો વરસાદ ઉમરગામમાં માત્ર 24 કલાકમાં ખાબક્યો!
Published on: 24th July, 2026

ગુજરાતમાં મેઘરાજાએ વરસાદના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં માત્ર 24 કલાકમાં આશરે 906 મીમી એટલે કે લગભગ 36 ઇંચ વરસાદ નોંધાયો છે, જે અસાધારણ ગણાય છે. આશ્ચર્યજનક વાત એ છે કે દેશની રાજધાની દિલ્હીમાં સમગ્ર વર્ષ દરમિયાન સરેરાશ 700થી 800 મીમી વરસાદ પડે છે, જ્યારે ઉમરગામમાં તેનાથી પણ વધુ વરસાદ માત્ર એક જ દિવસમાં વરસ્યો છે. આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે.