વડોદરાના આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીની સપાટીમાં નોંધપાત્ર વધારો
વડોદરાના આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીની સપાટીમાં નોંધપાત્ર વધારો
Published on: 24th July, 2026

વડોદરા શહેરમાં સતત થયેલા ભારે વરસાદને કારણે આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં વધારો થયો છે. શુક્રવારે સવારે 11:50 વાગ્યે આજવા સરોવર 208.31 ફૂટ અને વિશ્વામિત્રી નદી 12.56 ફૂટ પર પહોંચી ગઈ. છેલ્લા 24 કલાકમાં આજવા સરોવરમાં 0.46 ફૂટ અને વિશ્વામિત્રી નદીમાં 7.56 ફૂટનો વધારો જોવા મળ્યો. ગુરુવારે ભારે વરસાદ બાદ શુક્રવારે વરસાદનું જોર ઘટતા તંત્રને રાહત મળી છે.