નવસારીમાં 15 શ્રમિકોને કરાયા એરલિફ્ટ
નવસારીમાં 15 શ્રમિકોને કરાયા એરલિફ્ટ
Published on: 24th July, 2026

ગુજરાતના દક્ષિણ ભાગમાં અવિરત વરસાદને કારણે મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં નવસારી અને વલસાડ જિલ્લામાં જળબંબાકાર છે. નવસારીના ગણદેવી તાલુકામાં ઝીંગાના તળાવમાં ફસાયેલા 15 મજૂરોને કોસ્ટ ગાર્ડની મદદથી એરલિફ્ટ કરાયા. રાજ્યભરમાંથી 38,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હાલોલ-શામળાજી હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. NDRF, SDRF અને ભારતીય સેનાની ટીમો બચાવ કાર્યમાં સક્રિય છે.