રોગચાળા અટકાવવા ડોર ટુ ડોર સર્વે અને તુરંત સારવારના આદેશ
રોગચાળા અટકાવવા ડોર ટુ ડોર સર્વે અને તુરંત સારવારના આદેશ
Published on: 24th July, 2026

રાજકોટમાં ચાંદીપુરા વાયરસ અને ચોમાસાના રોગચાળા સામે લડવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આરોગ્ય, પર્યાવરણ અને એનિમલ ન્યૂસન્સ કંટ્રોલ વિભાગો સાથે બેઠક યોજી હતી. નાના બાળકોમાં તાવ, ઉલટી કે આંચકી જેવા લક્ષણો દેખાય તો તુરંત સારવાર મળે તે માટે ડોર-ટુ-ડોર સર્વે વધારવા સૂચના અપાઈ. મેલેરિયા અને માખીજન્ય રોગોના નિયંત્રણ માટે ફોગિંગ અને એન્ટી-લાર્વલ કામગીરી ઝડપી બનાવવા, શંકાસ્પદ કેસોના નિદાન અને આઇસોલેશન માટે સિવિલ હોસ્પિટલ સાથે સંકલન રાખવા જણાવાયું. સેન્ડફ્લાયના ઉપદ્રવને રોકવા દવાનો છંટકાવ સઘન બનાવવામાં આવશે. નાગરિકોને સતર્ક રહેવા અને બાળકોની ખાસ કાળજી લેવા અપીલ કરાઈ છે.