પાદરા-વડુ પોલીસે કોર્ટની મંજૂરી બાદ રૂ. 85 લાખના દારૂનો કર્યો નાશ
પાદરા-વડુ પોલીસે કોર્ટની મંજૂરી બાદ રૂ. 85 લાખના દારૂનો કર્યો નાશ
Published on: 24th July, 2026

વડોદરા ગ્રામ્યના પાદરા અને વડુ પોલીસ મથક વિસ્તારમાં વિવિધ પ્રોહિબિશન ગુનાઓમાં જપ્ત કરાયેલ આશરે રૂ. 85 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો, જે લગભગ 24 હજાર બોટલો હતો, તેનો કોર્ટની મંજૂરી મેળવીને પાદરા નજીક એકલબારા ગામ પાસે આવેલી બંધ ખાનગી કંપનીમાં બુલડોઝર ફેરવી કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો. આ કાર્યવાહી દરમિયાન એસ.ડી.એમ., ડી.એસ.પી., નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ પાદરા અને વડુ પોલીસના ઇન્સ્પેક્ટર અને પોલીસ સ્ટાફ્ ઉપસ્થિત રહ્યા હતા.