ડભોઇ પોલીસ પર હુમલાના વધુ બે આરોપીઓને પાસા હેઠળ જામનગર જેલ મોકલાયા
ડભોઇ પોલીસ પર હુમલાના વધુ બે આરોપીઓને પાસા હેઠળ જામનગર જેલ મોકલાયા
Published on: 24th July, 2026

ગત 3જી જૂનના રોજ ફરજ પર હાજર પોલીસ કર્મીઓ પર હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલા વધુ બે આરોપીઓને પાસા હેઠળ જામનગર જેલ ખાતે મોકલવામાં આવ્યા છે. આ અગાઉ ચાર આરોપીઓને પાલારા (ભૂજ) જેલ ખાતે ધકેલવામાં આવ્યા હતા. પોલીસ પર હુમલો કરનાર આ આરોપીઓને P.I. એ.ટી. પટેલે પાસા માટે દરખાસ્ત કરી હતી, જે મંજૂર થતાં તેમની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી છે. નવા બે આરોપીઓમાં બદરુદિન કાલુમીયા સૈયદ અને સરફુદિન ઉફ્રે સોહાનનો સમાવેશ થાય છે.