વાવ-થરાદ, દિયોદરમાં ભારે વરસા
વાવ-થરાદ, દિયોદરમાં ભારે વરસા
Published on: 24th July, 2026

વાવ-થરાદ અને દિયોદર પંથકમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભાભરમાં 9 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબકતાં દુકાનો અને અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેનાથી ઘરવખરીને મોટું નુકસાન થયું છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સુરક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાથમિક શાળાઓ, આંગણવાડી કેન્દ્રો અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. દિયોદરમાં 6 ઇંચ વરસાદથી માર્ગો બંધ થતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.