વાઘોડિયાના વિદ્યાર્થી હેત પરીખની રાષ્ટ્રકક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં શાનદાર પસંદગી
વાઘોડિયાના વિદ્યાર્થી હેત પરીખની રાષ્ટ્રકક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં શાનદાર પસંદગી
Published on: 24th July, 2026

પાદરા તાલુકાની જવાહર નવોદય વિદ્યાલય, સાધીમાં અભ્યાસ કરતા વાઘોડિયાના હેત વિશાલ પરીખે બેડમિન્ટનમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યા બાદ, હવે તે આસામ ખાતે યોજાનાર રાષ્ટ્રકક્ષાની U-14 બેડમિન્ટન ટુર્નામેન્ટ માટે પસંદ થયો છે. હેતની આ સિદ્ધિ તેના પ્રતિભા અને સખત મહેનતનું પરિણામ છે. અગાઉ તેણે પંચમહાલ અને પોરબંદર ખાતેની સ્પર્ધાઓમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.