અમદાવાદમાં જળબંબાકાર: મેયર અને કમિશનર ટ્રેક્ટર પર પહોંચ્યા નિરીક્ષણ કરવા
અમદાવાદમાં જળબંબાકાર: મેયર અને કમિશનર ટ્રેક્ટર પર પહોંચ્યા નિરીક્ષણ કરવા
Published on: 24th July, 2026

ભારે વરસાદ બાદ અમદાવાદ શહેરમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર સક્રિય થયું છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને, મેયર અને મ્યુનિસિપલ કમિશનરે ટ્રેક્ટર પર બેસીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. તેમણે ઘુમા, બોપલ જેવા વિસ્તારોમાં સ્થળ પર નિરીક્ષણ કર્યું, સ્થાનિકોની સમસ્યાઓ જાણી અને પાણીના ઝડપી નિકાલ માટે અધિકારીઓને સૂચનાઓ આપી. શહેરમાં લગભગ 18 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.