વડોદરામાં ધોધમાર વરસાદ: અનેક સ્થળોએ ભુવા પડ્યા, વાહનો ફસાયા
વડોદરામાં ધોધમાર વરસાદ: અનેક સ્થળોએ ભુવા પડ્યા, વાહનો ફસાયા
Published on: 24th July, 2026

વડોદરામાં માત્ર 24 કલાકના વરસાદે કોર્પોરેશનની પ્રિમોનસૂન કામગીરીની નિષ્ફળતા ઉજાગર કરી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, ભુવા પડવા અને વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બન્યા છે. બિલ કેનાલ રોડ અને ગોત્રી રોડ પર વાહનો ખાડામાં ફસાઈ ગયા હતા. તુલસી વાળી વિસ્તારમાં વિશ્વામિત્રી ના નાળાની સફાઈ માટે ઉતારવામાં આવેલું કોર્પોરેશનનું મોટું મશીન પણ ફસાઈ ગયું હતું, જે 300 મીટર દૂર સુધી તણાઈ ગયું હતું. ડભોઇ રોડ પર વૃક્ષ પડવાથી કાર દબાઈ હતી, જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી.